ગીર સોમનાથના ઇતિહાસમાં બીજી મોટી ઘટના! MD ડ્રગ્સ ઝડપાયું, છેડા છેક મુંબઈ સુધી લંબાતા ખળભળાટ
ગીર સોમનાથમાં તાજેતરમાં બીજી વખત મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે બે આરોપીઓને એસઓજી એ ઝડપી લીધા છે. આ ડ્રગ્સના તાર મુંબઈ તરફ સંકળાયેલ હોવાનું પોલીસને જાણવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
કૌશલ જોષી/ગીર સોમનાથ: ગીર સોમનાથમાં તાજેતરમાં બીજી વખત મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે બે આરોપીઓને SOG એ ઝડપી લીધા. આ ડ્રગ્સના તાર મુંબઈ તરફ સંકળાયેલ હોવાનું પોલીસ પ્રાથમિક અનુમાન લગાવી રહી છે.
'દેશમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, કોઈને છોડવામાં નહિ આવે': ભરત બોધરા
ગીર સોમનાથમાં તાજેતરમાં બીજી વખત મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે બે આરોપીઓને એસઓજી એ ઝડપી લીધા છે. આ ડ્રગ્સના તાર મુંબઈ તરફ સંકળાયેલ હોવાનું પોલીસને જાણવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે 26 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક બાઈક અને બે મોબાઈલ પણ ઝડપી લીધા છે. બનાવને લઈને પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
ગોધરાકાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતોને મોટી રાહત, SCએ આપ્યા જામીન
ગીર સોમનાથ જિલ્લામાં થોડા માસ પૂર્વે જ પ્રથમ વખત એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે ગઈકાલે વેરાવળ રેલવે સ્ટેશન રોડ પર પોલીસને મળેલ ચોક્કસ બાતમીને આધારે વાહન ચેકિંગ દરમિયાન એક બાઈક પર બે સવારો શંકાસ્પદ હાલતમાં મળી આવતા આ બાઈકમાંથી 26 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતા પોલીસ ચોકી ઊઠી હતી.
મેચ પહેલા મેદાનમાં ભરાયો 'દાદાનો દરબાર'! ખેલાડીઓ અને પ્રેક્ષકો બધાએ કેમ કર્યું...
આરોપીઓમાં વેરાવળમાં રહેતા અશફાક પટણી અને દીવના વણાંકબારામાં રહેતા સાદિક પટણીને ઝડપી લઇ સઘન પૂછપરછ શરૂ કરી છે. આ બંને આરોપીઓની વધુ પડતી આવન જાવન મુંબઈ તરફ હોવાનું પણ પોલીસને પ્રાથમિક જાણવા મળ્યું છે. આ મેફેડ્રોન એમ.ડી.ડ્રગ્સ તેઓ ક્યાંથી લાવ્યા? કોને આપવાના હતા? તેમજ આ બંનેની કોલ ડીટેઈલાસ અને કોની સાથે તેઓ સંબંધો ધરાવે છે? સહિતની તપાસ પોલીસે હાલ શરૂ કરી છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને લાગે છે પોતાની હત્યાનો ડર, આપ્યું મોટું નિવેદન
પોલીસે (એમ.ડી. ડ્રગ્સ ની કિંમત 2.60 લાખ) તેમજ બાઈક મોબાઈલ વગેરે સાથે 2.80 લાખનો મુદ્દા માલ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે.