ગોધરાકાંડના 8 દોષિતોને SCએ આપ્યા જામીન; 4ની અરજીઓ ફગાવી, ત્રણ દિવસ પહેલા 11ના જામીન કર્યા હતા નામંજૂર
ગુજરાતના ગોધરાકાંડમાં સજા પામેલા કેદીઓને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. ગોધરા કેસમાં દોષિત ઠરેલા કેદીઓને રાહત આપતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે મૃત્યુદંડની સજા પામેલા ચાર કેદીઓને છોડીને અન્ય તમામને જામીન આપી શકાય છે. સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીઓને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતના ગોધરાકાંડમાં સજા પામેલા કેદીઓને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. ગોધરા કેસમાં દોષિત ઠરેલા કેદીઓને રાહત આપતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે મૃત્યુદંડની સજા પામેલા ચાર કેદીઓને છોડીને અન્ય તમામને જામીન આપી શકાય છે. સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીઓને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે દોષિતો દ્વારા વિતાવેલા 17-18 વર્ષની જેલ સમય અને ગુનામાં તેમની ભૂમિકાને ધ્યાનમાં રાખીને જામીન મંજૂર કર્યા હતા. જ્યારે, અન્ય 4 દોષિતોને જામીન નામંજૂર કરવામાં આવી. આ જ કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટે 11 દોષિતોની જામીન અરજીઓ ફગાવી દીધી હતી, જેમને ટ્રાયલ કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી હતી. સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે ચીફ જસ્ટિસની કોર્ટમાં કેદીઓની જામીન અરજી પર સુનાવણી થઈ.જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે મૃત્યુદંડની સજા પામેલા ચાર દોષિતોને છોડીને બાકીના દોષિતોને જામીન આપી શકાય છે. સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતોને જામીન આપ્યા છે.
ટ્રાયલ કોર્ટે 31ને સજા ફટકારી હતી
ટ્રાયલ કોર્ટે આ કેસમાં 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા. જેમાંથી 11 લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, જ્યારે 20 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ પછી દોષિતોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે પણ તમામ 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા. જોકે, મૃત્યુદંડની સજા પામેલા 11 લોકોની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી.
15 દોષિતોની જામીન અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પાદરીવાલાની બેન્ચે આ જામીન અરજીઓ પર સુનાવણી કરી હતી. આ કેસમાં કુલ 31 દોષિતો હતા, જેમાંથી 15ની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. 8 દોષિતોને આજે જામીન મળી ગયા છે. 7 લોકોની જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. અને એક દોષિતને ગયા વર્ષે ડિસેમ્બરમાં જ જામીન મળ્યા હતા.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જામીનની શરતો પૂરી કર્યા બાદ બાકીના લોકોને જામીન પર મુક્ત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવનાર તમામ દોષિતો આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. દોષિતોના વકીલ સંજય હેગડેએ ઇદને ધ્યાનમાં રાખીને તમામને જામીન પર મુક્ત કરવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ તમામ ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ લગાવવા અને પથ્થરમારો કરવા બદલ સજા ભોગવી રહ્યા છે.
ગુજરાત સરકારે 11 દોષિતોને ફાંસીની સજાની માંગ કરી હતી.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ગુજરાત સરકાર વતી હાજર રહીને માગણી કરી હતી કે, જેમની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી, તેઓને ફરીથી મૃત્યુદંડની સજા કરવામાં આવે. આ ટ્રેન પર પથ્થર ફેંકવા જેવી સાદી બાબત નથી.
ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનની બોગીને આગ ચાંપવામાં આવી હતી અને ટોળાએ પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટનામાં ઘણા રેલ્વે મુસાફરો માર્યા ગયા હતા, જેના પછી તોફાનો ફાટી નીકળ્યા હતા. આ કેસમાં કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે આઠ આરોપીઓને આજીવન કેદ અને ચારને ફાંસીની સજા ફટકારી છે.
ગોધરા કેસમાં સજા પામેલા કેદીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી ઈદને લઈને જામીન પર મુક્ત કરવાની માંગ કરી હતી. દોષિતોના વકીલે તેમની જામીન પર મુક્તિ માટે અપીલ કરી, દલીલ કરી કે તેઓ છેલ્લા 17-18 વર્ષથી જેલમાં હતા. સુપ્રીમ કોર્ટે તેનો સ્વીકાર કર્યો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બનેલી બેંચ ગોધરા કેસના દોષિત કેદીઓની જામીન અરજી પર સુનાવણી કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે