ગુજરાતમાં વિદેશી કંપનીઓ આવતી નથી, આવે તો રોજગાર આપતી નથી, રોજગાર આપે તો ભીખની જેમ આપે છે
કુરંગા સ્થિત RSPL ઘડી ડીટરજન્ટ કંપની વિરુદ્ધ ખેડૂતો અને સ્થાનિકોએ આજે ઘડી કંપની સામેના ગેઇટ પર ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા. કુરંગા સ્થિત RSPL ઘડી કંપની વિરુદ્ધ યુવાનો, ખેડૂતો અને સ્થાનિકોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આજે વિશાળ સંખ્યામાં પહેલા દિવસે આંદોલનમાં મહિલાઓ સહિત ખેડૂતો અને બેરોજગારોએ જોડાયા હતા. ખેડૂતોના ખેતરોમાં પ્રદુષિત પાણી છોડવા તેમજ ખેડૂતોના ખેતરોમાં જાવા માટેના આંતરિક રસ્તા રાજમાર્ગ સહિતના મુદ્દે તેમજ સ્થાનિક યુવાનોને રોજગારી નથી આપતા તેમજ ગામના રસ્તાઓની હાલત કફોડી કરનાર કંપની સામે યુવાનો, ખેડૂતો અને સ્થાનિકોએ ઉપવાસ આંદોલનની શરૂઆત કરી હતી. આજે ઉપવાસ આંદોલનમાં મહિલાઓ ના આંખોમાં આંસુઓ સ્પષ્ટ ઈશારો કરતી હતી કે કંપનીએ સ્થાનિકો સાથે કેટલો અન્યાય કર્યો છે.
દ્વારકા : કુરંગા સ્થિત RSPL ઘડી ડીટરજન્ટ કંપની વિરુદ્ધ ખેડૂતો અને સ્થાનિકોએ આજે ઘડી કંપની સામેના ગેઇટ પર ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા. કુરંગા સ્થિત RSPL ઘડી કંપની વિરુદ્ધ યુવાનો, ખેડૂતો અને સ્થાનિકોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આજે વિશાળ સંખ્યામાં પહેલા દિવસે આંદોલનમાં મહિલાઓ સહિત ખેડૂતો અને બેરોજગારોએ જોડાયા હતા. ખેડૂતોના ખેતરોમાં પ્રદુષિત પાણી છોડવા તેમજ ખેડૂતોના ખેતરોમાં જાવા માટેના આંતરિક રસ્તા રાજમાર્ગ સહિતના મુદ્દે તેમજ સ્થાનિક યુવાનોને રોજગારી નથી આપતા તેમજ ગામના રસ્તાઓની હાલત કફોડી કરનાર કંપની સામે યુવાનો, ખેડૂતો અને સ્થાનિકોએ ઉપવાસ આંદોલનની શરૂઆત કરી હતી. આજે ઉપવાસ આંદોલનમાં મહિલાઓ ના આંખોમાં આંસુઓ સ્પષ્ટ ઈશારો કરતી હતી કે કંપનીએ સ્થાનિકો સાથે કેટલો અન્યાય કર્યો છે.
આ દેશમાં હંમેશા વચેટિયાઓ જ ફાવ્યા છે? ખેડૂત પાસેથી કોડીના ભાવે માલ ખરીદી 3 ગણા ભાવે વેચાણ
RSPL ઘડી કંપનીની હદમાં ખેડૂતોની ખાનગી માલિકીની જમીન આવેલી છે આ ખાનગી માલિકીની જમીનમાં જાવા માટેના આંતરિક રસ્તા બંધ હોઈ ખેતરે જવામાં ખેડૂતોને હાલાકી પડી રહી છે તેમજ આ ખેતરોમાં ઘડી કંપની દ્વારા પ્રદુષિત કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે આ પ્રદુષિત પાણીના કારણે ખેતરો ખારા જહેર બન્યા છે ત્યારે સ્થાનિક બેરોજગાર લોકોને રોજગારી આપવામાં આવતી નથી તેમજ સ્થાનિક રોજગાર જે લોકો મેળવે છે. તેઓને પૂરતો પગાર મળતો નથી. એક સમાન કામનો એક સમાન વેતન મળતું નથી સાથે જે મજૂરો કંપનીના કામ કરતા તેઓને કામ સમયે અકસ્માતમાં ઇજાઓ પહોંચી તેમને વળતર પણ મળતું નથી.
નશાની હાલમતાં યુવાને એવી હરકત કરી કે બંન્ને પગ ગુમાવવાનો વારો આવ્યો, પોલીસ દોડતી થઇ અલગ
કંપનીની દાદાગીરી સામે આજથી ખેડૂત તેમજ સ્થાનિકો સાથે મહિલાઓ પણ આજથી ઉપવાસ આંદોલન પર ઉતરી છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે તેમ લોકોએ જણાવ્યું હતું. ત્યારે આજથી શરૂ થયેલા ઉપવાસ આંદોલનના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા સ્થાનિકોએ આજથી "ના ઇસતેમાલ કરે ના વિશ્વાસ કરે ઇસ ઘડી કંપની કા બહિષ્કાર કરે" ના નારા સાથે આજથી દિગ્ગજ કંપની સામે ખેડૂતોએ આંદોલનના મંડાણ કર્યા હતા.