આ દેશમાં હંમેશા વચેટિયાઓ જ ફાવ્યા છે? ખેડૂત પાસેથી કોડીના ભાવે માલ ખરીદી 3 ગણા ભાવે વેચાણ

જિલ્લામાં ખેડૂતોને તડબૂચના પાકમાં પોષણક્ષમ ભાવ નહિ મળતા નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. બજારમાં પોષણક્ષમ ભાવ નહિ મળતા અંતે ખેડૂતોએ પોતાના ખેતર આગળ સ્ટોલ લગાવી તડબૂચ વેચવા મજબુર બનવું પડ્યું છે. અહીં જગતને પાક ઉગાડી પેટ ભરાવતો જગતનોતાત પોતે પોતાનો પાક વેપારી બની વેચવા મજબુર બન્યો છે. જેનું કારણ છે પોષણક્ષમ ભાવ નહિ મળવાના કારણે પોતે થોડો ફાયદો મેળવી ગ્રાહકને પણ ફાયદો કરાવી રહયા છે. 
આ દેશમાં હંમેશા વચેટિયાઓ જ ફાવ્યા છે? ખેડૂત પાસેથી કોડીના ભાવે માલ ખરીદી 3 ગણા ભાવે વેચાણ

અરવલ્લી : જિલ્લામાં ખેડૂતોને તડબૂચના પાકમાં પોષણક્ષમ ભાવ નહિ મળતા નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. બજારમાં પોષણક્ષમ ભાવ નહિ મળતા અંતે ખેડૂતોએ પોતાના ખેતર આગળ સ્ટોલ લગાવી તડબૂચ વેચવા મજબુર બનવું પડ્યું છે. અહીં જગતને પાક ઉગાડી પેટ ભરાવતો જગતનોતાત પોતે પોતાનો પાક વેપારી બની વેચવા મજબુર બન્યો છે. જેનું કારણ છે પોષણક્ષમ ભાવ નહિ મળવાના કારણે પોતે થોડો ફાયદો મેળવી ગ્રાહકને પણ ફાયદો કરાવી રહયા છે. 

જિલ્લામાં ખેડૂતોએ 5 હજાર હેક્ટર જમીનમાં તડબૂચના પાકનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ પાક તૈયાર થઇ ગયો છે અને વેચવાના સમયે જ પોષણક્ષમ ભાવ નહિ મળતા ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. હાલ બજારમાં ખેડૂતને માત્ર 10 રૂપિયા એક કિલોનો ભાવ મળી રહ્યો છે. જેની સામે બજારમાં આજ તડબૂચ 30 રૂપિયે કિલો વેચાઈ રહયા છે. બીજી તરફ ખેડૂતને ખાતર ખેડ અને બિયારણ પણ મોંઘા બનતા ગત વર્ષની સરખામણીમાં ખર્ચ પણ વધુ કરવો પડ્યો છે. તેવામાં ભાવ નહિ મળતા જગતનો તાત નુકશાન સહન કરી લાચાર બન્યો છે.

ખેડૂતો પાસેથી 10 રૂપિયે કિલો ખરીદાતા તડબૂચ લોકલ છૂટક બજારમાં હોલસેલ વેપારી 20ના કિલો જ્યારે ફ્રૂટ માર્કેટમાં 30 રૂપિયે કિલો વેચાઈ રહયા છે ત્યારે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળતા નથી જ્યારે વચેટિયાઓ માલામાલ થઇ રહયા છે. તેવામાં સરકાર દ્વારા દરેક પાકોમાં ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે તેવું આયોજન કરાય તેવું ખેડૂતો ઈચ્છી રહયા છે. આ ઉપરાંત વચેટિયાઓને દુર કરવામાં આવે તે પણ ખુબ જ જરૂરી બન્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news