Lok Sabha Election 2024: 2024ની લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કોંગ્રેસે મજબૂતી મેળવી છે. આમ આદમી પાર્ટીના પૂર્વ રાજ્ય ઉપાધ્યક્ષ પ્રો. અર્જુન રાઠવા આખરે કોંગ્રેસમાં જોડાયા છે. તેમની સાથે અન્ય ઘણા નેતાઓએ પણ પાર્ટીની સદસ્યતા લીધી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તમામ નેતાઓને પાર્ટી કેસ પહેરાવી આવકાર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે ગમે તેટલુ કરો..પણ મોંઘવારી નહીં ઘટે! ફરી સિંગતેલના ભાવમા તોતિંગ વધારો, ગૃહિણી..


આ પ્રસંગે રાઠવાએ જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય આદિવાસી સમાજના ઉત્થાન માટે કામ કરવાનો છે. આ સાથે ભાજપને સત્તા પરથી હટાવવાની છે. એ ધ્યેય એ જ છે. જ્યારે તેઓ AAPમાં હતા ત્યારે પણ તેઓ ભાજપની નીતિઓ સામે લોકોને જાગૃત કરતા હતા. હવે કોંગ્રેસમાં રહીને તેઓ ભાજપને સત્તા પરથી દૂર કરવાનો પ્રયાસ કરશે.


માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવી ભરાયા! હિંદુ દેવી-દેવતાનો મામલો પોલીસમાં પહોંચ્યો


આ નેતાઓ પણ કોંગ્રેસમાં જોડાયા
પ્રો. અર્જુન રાઠવા સાથે AAP સહમંત્રી રહેલા મયંક શર્મા, ચૌધરી સમાજના આગેવાન પ્રશાંત ચૌધરી, સાબરકાંઠા જિલ્લામાંથી આવી રહેલા શિરીષભાઈ ત્રિવેદી, હસમુખ કાપડિયા, વડોદરા AAPના યુવા પ્રમુખ વિશાલ પટેલ, દેવેનભાઈ પટેલ, શામળભાઈ પરમાર જોડાયા હતા. આ સિવાય સાબરકાંઠા જિલ્લામાંથી રવિન્દ્રભાઈ પરમાર, રાજેશભાઈ સોલંકી, ભરતસિંહ ચૌહાણ, બાબુજી ઠાકોર, સ્વયંભાઈ સાળવીએ કોંગ્રેસનું સભ્યપદ લીધું હતું. આમાં અનેક આગેવાનો પ્રો. અર્જુન રાઠવાની નજીક છે.


નવી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં કરશે રેલમછેલ? જાણો ક્યાથી કઇ તારીખ સુધી મેઘો થશે મહેરબાન


નારાયણ રાઠવા ખુશ દેખાતા હતા
પ્રો.અર્જુન રાઠવા કોંગ્રેસમાં જોડાયા તે પ્રસંગે કોંગ્રેસના અગ્રણી આદિવાસી નેતા અને છોટા ઉદેપુરના રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ પ્રો. અર્જુન રાઠવાએ સ્વાગત કર્યું હતું. નારાયણ રાઠવા અનેક વખત છોટા ઉદેપુરથી સાંસદ રહી ચૂક્યા છે. તેઓ યુપીએના કાર્યકાળમાં રેલ્વે રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે. ગુજરાત ચૂંટણી પહેલા છોટા ઉદેપુરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતા અને છોટા ઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય મોહન સિંહ રાઠવા ભાજપમાં જોડાયા હતા.


બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી ભૂલ્યા ભાન! ખોડિયાર માં પર વિવાદિત નિવેદન, વિવાદ વકર્યો