તમે ગમે તેટલુ કરો..પણ મોંઘવારી નહીં ઘટે! ફરી સિંગતેલના ભાવમા તોતિંગ વધારો, ગૃહિણીઓ રડશે!
Groundnut Oil Prices : તહેવારોની સિઝન નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં વધારો. એક ડબ્બા સિંગતેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 3 હજારના પાર પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં ઘટાડો નોંધાયો છે.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: ગુજરાતમાં ફરી એક વખત તેલના ભાવમાં વધારો થયો છે. એક જ દિવસમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 50 રૂપિયા વધતાં મધ્યમવર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ ત્રણ હજાર રૂપિયાને પાર પહોંચ્યો છે. સિંગતેલનો ડબ્બો અત્યારે 2,970થી 3,020 રૂપિયામાં મળી રહ્યો છે. જ્યારે કપાસિયા અને પામોલિનમાં ડબ્બે 15 રૂપિયાનો ઘટાડો થયો છે.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. આખા જુલાઈ મહિનામાં અનેકવાર ખાદ્ય તેલના ભાવ વધ્યા. ઓગસ્ટ મહિનામાં પણ તેલના ભાવમાં ઉછાળા બાદ હલકો ઘટાડો જોવા મળ્યો અને હવે સપ્ટેમ્બરની શરૂઆતમાં ભાવ વધારો ઝિંકાયો છે. રાજકોટના બજારમાં ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. સિંગતેલના ભાવમાં રૂ. 50 નો વધારો ઝીંકાયો છે. તો કપાસિયા તેલના ભાવમાં પણ ઘટાડો કરાયો છે.
સરકારનો તેલના ભાવ પર કોઈ અંકુશ નહિ
તહેવારોની સીઝન આવતા જ તેલિયા રાજા બેફામ બન્યા છે. તહેવારોની સીઝન ટાંણે જ તેલના ભાવમાં વધારો ઝીંક્યો છે. સિંગતેલના ભાવમાં રૂ. 50 નો વધારો ઝીંકાયો છે. તો કપાસિયા તેલના ભાવમાં ઘટાડો કરાયો છે. નવા ભાવ મુજબ, સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 3 હજાપને પાર થયો છે. મગફળીની ઓછી આવકની સામે સિંગતેલની વધતી ડિમાન્ડ ભાવ વધારા પાછળ જવાબદાર હોવાનું વેપારીઓનું કહેયું છે. બીજી તરફ, તહેવારોમાં તેલીયારાજા ઉચા ભાવ જાળવી રાખવા સક્રિય થયા છે. સરકારનો વધતા તેલના ભાવ પર કોઈ અંકુશ નથી.
મોંઘવારીના લીધે ગૃહિણીઓની હાલત કફોડી બની છે. ખાદ્યતેલ, શાકભાજી તેમજ કઠોળના ભાવમાં ધરખમ વધારો થયો છે. વેપારીઓ કહે છે કે, ખાદ્યતેલોમાં ભાવ વધારા માટે સટ્ટાખોરી જવાબદાર છે. ખાદ્યતેલોના ભાવ ઉંચા રહેતા સીંગદાણા અને મગફળીના ભાવ પણ ઉંચે ગયા છે. જુન માસમાં મુખ્ય અને સાઈડ તેલ બંનેમાં તેજી જળવાયેલી હીત, પરંતુ જુલાઈ આવતા જ ભાવ આસમાને ગયા છે. સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ આગઝરતી તેજી જોવા મળી રહી છે. વેપારીઓનું કહેવુ છે કે, ભાવવધારા માટે સટ્ટાખોરી જવાબદાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે