ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહી કૌભાંડમાં ABVPનો પૂર્વ કાર્યકર સની ચૌધરીની સંડોવણી; જાણો શું હતી મોડસઓપરેન્ડી?
ગુજરાત યુનિવર્સિટીની બી.એસસી નર્સિંગની ઉત્તરવહી ગાયબ થવા મામલે ABVP સાથે જોડાયેલો સની ચૌધરી મુખ્ય એજન્ટ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી 14 વિદ્યાર્થીઓના નિવેદન નોંધ્યા છે.
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી ગુમ થયા મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તરવહી ગુમ કરવામાં વિદ્યાર્થી નેતાની સંડોવણી સામે આવી છે. સની ચૌધરી નામના વિદ્યાર્થી નેતાની સંડોવણી સામે આવતા ખળભળાટ મચી જવા પામી છે. સની ચૌધરી abvp સાથે જોડાયેલ હતો. જોકે વિવાદ સામે આવ્યા બાદ હાલ abvp સાથે સની ચૌધરી જોડાયેલ ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસે 14 વિદ્યાર્થીનાં નિવેદન નોંધ્યાં હતાં. આ ઉપરાંત તપાસમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીઓનો સની ચૌધરી નામના એજન્ટે સંપર્ક કર્યો હતો. આ એજન્ટે એક પેપર દીઠ 50 હજાર રૂપિયા લઈને વિદ્યાર્થીઓને પેપર લખાવ્યા હતા.
હદ કરો છો સરકાર, શું ગુજરાતમાં હવે વિકાસના નામે આવા રોડ બનશે, વિકાસના નામે આવી મજાક!
કેવી રીતે થતી હતી ઉત્તરવહી ગાયબ, લખાવાતા હતા પેપર?
ગુજરાત યુનિવર્સિટીની બી.એસસી નર્સિંગની ઉત્તરવહી ગાયબ થવા મામલે ABVP સાથે જોડાયેલો સની ચૌધરી મુખ્ય એજન્ટ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી 14 વિદ્યાર્થીઓના નિવેદન નોંધ્યા છે. એજન્ટ સની ચૌધરીએ એક પેપર દીઠ 50 હજાર રૂપિયા લઈને વિદ્યાર્થીઓને પેપર લખાવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાંથી 10 જુલાઈએ મોડી રાતે 28 ઉત્તરવહી ગાયબ થઈ હતી. ઉત્તરવહી ગાયબ થતાં 11 જુલાઈએ સવારે NSUI એ હોબાળો કર્યો હતો. ત્યારબાદ કુલપતિ દ્વારા પોલીસ ફરિયાદ કરવા આદેશ થતા પોલીસ ફરિયાદ થઈ હતી.
હવે ખરો ખેલ શરૂ! આગામી લોકસભા ચૂંટણીમાં NDA ને ટક્કર આપશે વિપક્ષનું મહાગઠબંધન INDIA
14 વિદ્યાર્થીઓને પોલીસે નિવેદન માટે કાલે બોલાવ્યા હતા. બોટની વિભાગના પ્રોફેસરો સહિત 10 જેટલા કર્મચારીઓની પણ પૂછપરછ થઈ હતી. શંકાસ્પદ કર્મચારીઓના મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા હતા. કર્મચારીઓના મોબાઈલ ફોનના ડેટાના આધારે તપાસ પણ થઈ રહી છે. આ સમગ્રા કૌભાંડમાં સામે આવ્યું છે કે સની ચૌધરીએ બી.એસસી નર્સિંગ કોલેજના સતત નાપાસ થતાં વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો હતો અને પરીક્ષા સમયે સનીએ જુદી જુદી કોલેજના 13 વિદ્યાર્થીઓને પેપરમાં નિશાની છોડવાનું કહ્યું હતું. નિશાનીવાળા પેપર સ્ટ્રોંગ રૂમમાંથી અલગ કરાયા હતા. 13 વિદ્યાર્થીઓએ નિશાની કરી હતી, તેમના 26 પેપર કાઢવાના હતા.
બાપરે! સોનાના ભાવમાં ઉછાળો, લેવાનું વિચારતા હોવ તો એક્સપર્ટનો અભિપ્રાય ખાસ જાણો
એક વિદ્યાર્થિનીએ પેપર માટે કોઈ પૈસા આપ્યા નહોતા અને સંપૂર્ણ પેપર જાતે જ લખ્યું હતું, જેનું પેપર પણ કાઢી લેવામાં આવ્યું હતું. જેથી હોશિયાર વિદ્યાર્થિનીના પેપરમાંથી બાકીના 13 વિદ્યાર્થીઓ પેપર લખી શકે. પૈસા મળ્યા હતા, એવી 26 ઉત્તરવહી કાઢવાની હતી પરંતુ 2 વધારાની ઉત્તરવહી કાઢવામાં આવી હતી. વિદ્યાર્થીઓની ઉત્તરવહી બોટની વિભાગમાંથી કાઢી વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો હતો. મોડી રાતે વિદ્યાર્થીઓને સનીએ રાણીપ અને આસપાસના વિસ્તારમાં ભેગા કર્યા હતા. તમામ વિદ્યાર્થીઓને સની પોતે ગાડીમાં લેવા જતો હતો.
ચોરના ભાઈ ઘંટીચોર : ગુજરાત પોલીસે દારૂ પકડી બુટલેગરને વેચી દીધો, ગોલમાલમાં ચાર ફસાયા
સની વિદ્યાર્થીને ગાડીમાં બેસાડીને આંખે કાળી પટ્ટી, વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન સ્વીચ કરાવી દીધા હતા. વિદ્યાર્થીઓને ગાડીમાં બેસાડીને અજાણી જગ્યાએ લઈ જવાયા હતા. અજાણી જગ્યાએ એક ઘરમાં બેસાડીને પેપર લખાવવામાં આવ્યા હતા. સનીએ એક નહિ પરંતુ નર્સિંગના 3 પેપર માટે સેટિંગ કર્યું હતું. સની નવા વાડજ વિસ્તારમાં રહે છે, હાલ ફરાર છે, જેની શોધખોળ પોલીસ કરી રહી છે. સની ચૌધરીની ધરપકડ થાય તો યુનિવર્સિટીના સંકળાયેલા કર્મચારીઓના નામ પણ ખૂલવાની શક્યતા છે.
ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ : હવામાન વિભાગની ચેતવણી, વરસાદ દક્ષિણથી ઉત્તર ગુજરાત તરફ જશે