ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ : હવામાન વિભાગની ચેતવણી, વરસાદ દક્ષિણથી ઉત્તર ગુજરાત તરફ જશે

IMD Rain forecast: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી.......આવતીકાલે ગુજરાતમાં આપવામાં આવ્યું વરસાદનું ઓરેન્જ અલર્ટ...કાલે વલસાડ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં પડી શકે ભારે વરસાદ...

ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ : હવામાન વિભાગની ચેતવણી, વરસાદ દક્ષિણથી ઉત્તર ગુજરાત તરફ જશે

Gujarat Weather Forecast : ગુજરાતમાં ચોસામાના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હવે પછીના 24 કલાક સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે ભારે સાબિત થશે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામા આવ્યું છે. તો આવતીકાલે વલસાડ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. 

હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, હાલમાં ઈસ્ટર્ન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી વાતાવરણ છે. વરસાદ દક્ષિણથી ઉત્તર ગુજરાત તરફ વહન કરશે. જેથી પહેલા દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ રહેશે. તેના બાદ ઉત્તર ગુજરાત તરફ વરસાદ જશે. આવતીકાલે પણ અનેક જિલ્લાઓને રેડ એલર્ટ આપ્યું છે. બુધવારે સૌરાષ્ટ્રના જિલ્લાઓના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, સુરત અને ભરુચમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે ક્યાં આગાહી

  • દક્ષિણ ગુજરાતમાં સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી
  • ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી...
  • સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી...
  • અમદાવાદમાં આજે મધ્યમ વરસાદની આગાહી...

આ ઉપરાંત આવતીકાલે બુધવારે પણ વરસાદની આગાહી છે. આવતીકાલે વલસાડ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલે અમરેલી, ભાવનગરમાં પણ અતિભારે વરસાદ આવી શકે છે. તેથી હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. 

અમદાવાદમાં વરસાદી માહોલ શહેરના અનેક વિસ્તારોમાં શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળ્યો. શહેરના પ્રહલાદ નગર સહિતના વિસ્તારોમાં વરસાદ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ શહેરમાં વરસાદી વાતાવરણ રહેશે. રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી છે. જેમાં ડાંગ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી,ગીર સોમનાથ અને દીવમાં મધ્યમ વરસાદની આગાહી છે. પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી છે. દાહોદ, મહીસાગર, વડોદરા,છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, બોટાદ, દ્વારકા અને કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. 

સુરત જળબંબાકાર બન્યું 
આજે ભારે વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. સુરતના ગીતાનગર વિસ્તારમાં પાણી ભરાયાં છે. ગીતાનગર ચાર રસ્તા પાસે પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કડોદરા-સુરત રોડ પર પાણી ફરી વળ્યા છે. મુખ્ય રસ્તા પર પાણી ભરાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સુરત-ધૂલિયા હાઈવે પર પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. ભારે વરસાદથી સુરતના અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો છે. મુખ્ય માર્ગ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news