થોડી તો શરમ કરો સરકાર, વિકાસના નામે સાવ આવો રસ્તો ન હોય, ડામર હાથમાં આવી ગયો

Jamnagar News : જામનગરમાં વિકાસના નામે કાગળના પુંઠા જેવો રોડ બનાવ્યો... બન્યાના થોડીવારમાં જ ડામર હાથમાં આવી ગયું... જાગૃત નાગરિકે વીડિયો બનાવી વાયરલ કર્યો

થોડી તો શરમ કરો સરકાર, વિકાસના નામે સાવ આવો રસ્તો ન હોય, ડામર હાથમાં આવી ગયો

Rivaba Jadeja : વિકાસની વાતો ગુજરાતથી શરૂ થઈ હતી. ગુજરાતે આખા દેશને વિકાસની વ્યાખ્યા આપી. વિકાસની વાત આવે ત્યારે ગુજરાતના ઉદાહરણ આપવામાં આવે છે. પરંતું ગુજરાતમાં વિકાસ રસ્તા પર દેખાય છે. ગુજરાતનો કોઈ રોડ બાકી નહિ હોય જ્યાં ખાડા પડ્યા ન હોય. ખાડા તો છોડો, હવે તો પુલની હાલત પણ ખસ્તા બની ગઈ છે. મજબૂરીમાં વાહનો ચલાવવા પડે. ગુજરાતમાં લોકો ખાડાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પરંતુ જામનગરમાં જે જોવા મળ્યું તે વિકાસના નામે મજાક છે. પાક્કા રોડનો વાયદો કરતી સરકાર હવે પેપર જેવા હવામાં ઉડી જાય તેવા રોડ બનાવી રહી છે. જામનગર શહેરમાં અંબર ચોકડી પાસે રસ્તાની નબળી કામગીરી અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક શખ્સ બતાવી રહ્યો હતો કે, કેવી રીતે ડામરનો નવોનક્કોર રોડ ઉખડી રહ્યો છે.  

જામનગરમાં એક જાગૃત નાગરિકે તંત્રની રસ્તાની નબળી કામગીરી અંગે વીડિયો જાહેર કરીને તંત્રની પોલ સખોલી હતી. અંબર ટોકીઝ નજીક ફ્લાય ઓવર નીચે રોડ પર સીધેસીધું ડામર પાથરી દેતા નબળી કામગીરી જોવા મળી. ડામર પાથર્યા બાદ તાત્કાલિક જ હાથથી ઉપાડતા ડામર હાથમાં આવી જતું હતું. ત્યારે રસ્તાની ગુણવત્તાને લઈને તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા હતા. આ અંગે ઝી 24 કલાકે અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 18, 2023

જામનગરમાં ઝી 24 કલાકના અહેવાલની અસર..
અંબર ચોકડી પાસે રોડની નામગીરી નબળી કામગીરી મામલે વિપક્ષે જનતા રેડ કરી હતી. Zee 24 કલાક દ્વારા અહેવાલ દર્શાવ્યા બાદ મનપા વિપક્ષ ઘટના સ્થળે મુલાકાતે પહોંચ્યું હતું. તો મનપા વિપક્ષના નેતા ધવલ નંદા અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિત સભ્યએ મુલાકાત લીધી હતી. નવા બનાવેલા રોડમાં ડામર હાથમાં આવી જાય તેટલી નબળી કામગીરી સ્પષ્ટ જોવા મળી હતી. તો બીજી તરફ, અહેવાલ બાદ મનપાના અધિકારીઓ પણ તાત્કાલિક દોડતા થયા હતાય ઘટના સ્થળે મુલાકાતે પહોંચ્યા.

સરકાર સુવિધા આપવામાં કાચી પડી 
અમદાવાદ હોય કે સુરત... જામનગર હોય કે વડોદરા... રાજ્યમાં દરેક જગ્યાએ આવા જ હાલ છે. સરકાર સુવિધાની વાતો કરે છે, પરંતુ આ સુવિધા માત્ર ભાષણોમાં જ દેખાય છે. જમીની હકીકત કંઈક અલગ જ છે. શુ લોકો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલીને સરકાર સારા રોડ પણ આપી શક્તી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news