દ્વારકા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે દિગ્ગજ નેતાઓ ટિકીટ મેળવવા માટે પાર્ટીઓમાં ધમપછાડા કરી રહ્યા છે. ત્યારે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. પબુભા માણેક બાળકો સાથે હળવાશની પળો માણતા જોવા મળ્યા છે. બાળકોની સાથે રમત રમતા પબુભા માણેક ખુબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તરફ વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પણ નિષફીકર રીતે બાળકો સાથે મોજ માણતા પબુભા માણેકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. અવાર - નવાર પબુભા માણેકનો બાળકો સાથે રમત ગમત કરતો વિડ્યો સોશિયલ મીડિયામાં આવતો હોય છે. ત્યારે વધુ એક વીડિયો વાયરલ થયો છે.


કોણ છે પબુભા માણેક?
પબુભા માણેકના પત્નીનું નામ આશાભા માણેક છે. પબુભા માણેકે ત્રીજા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. દ્વારકા જનરલ કેટેગરીની વિધાનસભા સીટ છે. પબુભા હાલના અહીંના ધારાસભ્ય છે. તેઓ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને 70062 મતોથી વિજેતા બન્યા હતા. 2012ની વિધાનસભાની ચૂંટણી પબુભા કોંગ્રેસના ઉમેદવાર આહિર કંડોરિયા મુલુભાઈને હરાવીને જીત્યા હતા. આ ઉપરાંત પબુભા વર્ષ 1990થી સતત આ સીટ પરથી જીતતા આવે છે. 


પરંતુ સૌ પ્રથમ તેઓ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડીને 1990માં જીત્યા હતા. એ બાદની 1995, 1998 અને 2002ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જ લડ્યા હતા અને વિજેતા પણ બન્યા હતા. તેમણે 2007માં ભાજપ સાથે જોડાણ કર્યુ અને 2007 અને 2012ની ચૂંટણી ભાજપના ઉમેદવાર તરીકે લડ્યા અને જીત મેળવી હતી.