ગુજરાતના નવા લોકાયુક્ત બન્યા પૂર્વ જસ્ટિસ રાજેશ શુક્લ, રાજ્યપાલે અપાવ્યા શપથ
રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષ જેટલા સમમથી લોકાયુક્તનું પદ ખાલી હતું. આખરે રાજ્ય સરકારે મંજૂરી આપતા જસ્ટિસ શુક્લને નવા લોકાયુક્ત બનાવવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)ના રિટાયર્ડ જસ્ટિસ રાજેશ એચ શુક્લ (Justice Rajesh H Shukla)એ આજે રાજ્યના નવા લોકાયુક્ત તરીકે શપથ ગ્રહણ કર્ય છે. રાજભવનમાં યોજાયેલા શપથ શમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાયદા મંદ્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. શપથ વિધિ સમારોહમાં સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષ જેટલા સમમથી લોકાયુક્તનું પદ ખાલી હતું. આખરે રાજ્ય સરકારે મંજૂરી આપતા જસ્ટિસ શુક્લને નવા લોકાયુક્ત બનાવવામાં આવ્યા છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ ત્રિવેદી અને રાજ્યમંત્રી મંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવ અનિલ મુકિમ, રાજ્ય વડી અદાલતના ન્યાયમૂર્તિઓ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube