`જો પ્રજાનાં કામ નહીં થાય તો ગુજરાતમાં થશે કર્ણાટકવાળી`, ગુજરાતના માજી મંત્રી અને હાલના MLA એ વ્યક્ત કર્યો `ડર`
પૂર્વ મંત્રી અને ઉમરગામથી ભાજપના ધારાસભ્ય રમણ પાટકરે દહેશત વ્યક્ત કરી છે કે જો પ્રજાનાં કામ સમયસર નહીં થાય તો ગુજરાતમાં પણ કર્ણાટકવાળી થશે. રમણ પાટકરે અધિકારીઓ અને કાર્યકરોને જનતાનાં કામ કરવાની ટકોર કરી છે.