અલ્કેશ રાવ/બનાસકાંઠા: ગુજરાત -રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન હથિયારો તેમજ કાર્ટૂસ સાથે ઉત્તર પ્રદેશના ચાર લોકોને પોલીસે ઝડપી પાડયા છે. એક સાથે ચાર દેશી બનાવટની પિસ્તોલ તેમજ 16 જેટલા જીવતા કારતૂસ મળી આવતા પોલીસે ચારેય આરોપીઓની અટકાયત કરીને સઘન પૂછપરછ હાથધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમીન પર બિનકાયદેસર કબ્જો કરનારાઓ પર સરકાર આકરા પાણીએ, જમીન ખરીદી સંરક્ષણ બંન્ને સરળ


ગુજરાત સરકાર ગુજરાતને ગુંડાઓથી બચાવવા માટે ભલે કડક કાયદાઓ બનાવતી હોય પરંતુ ગુજરાતમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડવાની કામગીરી અસામાજિક તત્વો મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. ગુજરાતની સૌથી મહત્વની ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ગાડીઓનું ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન ઉત્તરપ્રદેશની એક સિફટ કારની તપાસ કરતા તેમાંથી ચાર હાથ બનાવટની પિસ્તોલ તેમજ 16 જીવતા કારતૂસ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. એક સાથે આટલી બધી ચાર પિસ્તોલ તેમજ જીવતા કારતૂસ મળી આવતા પોલીસે તાત્કાલિક ધોરણે ગાડીમાં બેઠેલા ચાર ઇસમોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


નડીયાદનો યુવક પત્ની સાથે છેતરપિંડી કરીને લંડન ભાગી ગયો, વિધર્મી યુવતી સાથે હતું ચક્કકર પછી...


પોલીસે ચાર ઇસમોને પકડીને આટલા મોટા પ્રમાણમાં હથિયારનો જથ્થો ક્યાં લઈ જવાતો હતો તે મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના જે વિસ્તારના લોકો આ આરોપીઓના સંપર્કમાં હતા તે તેમના મોબાઇલ ડિટેઇલના આધારે તપાસ કરી વધુ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અમીરગઢ પોલીસ સ્ટેશને ઉત્તર પ્રદેશના આ ચારેય શખ્સો સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. ગુજરાતમાં ગેરકાયદેસર હથીયારો ઘુસાડવા માટે પ્રયત્નો થઇ રહ્યા છે. પોલીસની સતર્કતાએ આજે હથિયાર ઘૂસાડવા પ્રત્યનો કરતા આરોપીઓ ઝડપાયા છે. ત્યારે ગુજરાત ની આંતરરાજ્ય ચેકપોસ્ટો પર પોલીસ વધુ સઘન ચેકિંગ કરે તો ગુજરાતમાં હથિયાર ઘસાડતી ટોળકીને અટકાવી શકાય. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube