નડીયાદનો યુવક પત્ની સાથે છેતરપિંડી કરીને લંડન ભાગી ગયો, વિધર્મી યુવતી સાથે હતું ચક્કકર પછી...

નડીયાદના એક યુવકે લગ્નના ત્રણ માસના ગાળામાં જ પત્ની સાથે કરી છેતરપિંડી. અન્ય યુવતી સાથે પ્રેમના તાંતણે બંધાયેલ યુવક પત્નીને તરછોડી લંડન ભાગી ગયો. જ્યારે પીડિતાએ પોતાના સાસરી પક્ષના લોકોને આ બાબતે ફરિયાદ કરી ત્યારે તે લોકોએ જે જવાબ આપ્યા તે સાંભળી આ પીડિતા સ્તબ્ધ રહી ગઈ. નડીયાદ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરવા આવેલી આ મહિલાનું નામ છે રોનક મહિડા. મુળ ભરૂચની આ યુવતીના લગ્ન ડિસેમ્બર 2019માં અસીમ મહિડા નામના યુવક સાથે સામાજિક રીત-રિવાજો મુજબ થયા હતા. પરંતુ લઘુમતી કોમના આ યુવકને એક હિન્દુ યુવતી સાથે પ્રેમ ચક્કર ચાલતું હતું. બંને યુવક યુવતી લંડન ફરાર થઈ ગયા. 

Updated By: Sep 5, 2020, 10:15 PM IST
નડીયાદનો યુવક પત્ની સાથે છેતરપિંડી કરીને લંડન ભાગી ગયો, વિધર્મી યુવતી સાથે હતું ચક્કકર પછી...

નડીયાદ : નડીયાદના એક યુવકે લગ્નના ત્રણ માસના ગાળામાં જ પત્ની સાથે કરી છેતરપિંડી. અન્ય યુવતી સાથે પ્રેમના તાંતણે બંધાયેલ યુવક પત્નીને તરછોડી લંડન ભાગી ગયો. જ્યારે પીડિતાએ પોતાના સાસરી પક્ષના લોકોને આ બાબતે ફરિયાદ કરી ત્યારે તે લોકોએ જે જવાબ આપ્યા તે સાંભળી આ પીડિતા સ્તબ્ધ રહી ગઈ. નડીયાદ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરવા આવેલી આ મહિલાનું નામ છે રોનક મહિડા. મુળ ભરૂચની આ યુવતીના લગ્ન ડિસેમ્બર 2019માં અસીમ મહિડા નામના યુવક સાથે સામાજિક રીત-રિવાજો મુજબ થયા હતા. પરંતુ લઘુમતી કોમના આ યુવકને એક હિન્દુ યુવતી સાથે પ્રેમ ચક્કર ચાલતું હતું. બંને યુવક યુવતી લંડન ફરાર થઈ ગયા. 

Gujarat Corona update: નવા 1311 દર્દી, 1148 દર્દી સાજા થયા, 16 લોકોનાં મોત નિપજ્યાં

પોતાના અભ્યાસ માટે પિયરમાં રહેતી રોનકને જ્યારે પતિ અન્ય યુવતિ સાથે લંડન ભાગી ગયો છે, તેની જાણ થઇ ત્યારે તેણીએ પોતાના સાસરિયાઓને આ બાબતે ફરિયાદ કરી. ત્યારે તેના સસરા અને સાસુએ તેને ધમકાવી, તેને કહ્યું કે તારા કન્યાવર્મા આવેલા ઘરેણા ગીરવે મૂકીને જ જે પૈસા આવ્યા તેમાંથી જ અસિનને લંડન મોકલ્યો છે. જો તું આ બાબતે કોઈપણ અવાજ કરીશ તો તારી અને અસિનની અંગતપળોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશું, તેવી ધમકી રોનકને સાસરિયાઓ અને પતિ દ્વારા આપવામાં આવી. નાછૂટકે સાસરિયાઓના ત્રાસથી કંટાળેલી રોનકે હવે નડીયાદ પશ્ચિમ પોલીસ મથકના દરવાજા ખખડાવ્યા છે.

આગળ ભાજપ પાછળ કોંગ્રેસ? સી.આર પાટીલની રેલી બાદ અમિત ચાવડા બનાસકાંઠાની મુલાકાતે

રોનકની ફરિયાદના આધારે નડીયાદ પોલીસે આસીમ અને તેના પરિવારના કુલ છ સભ્યો સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો તપાસમાં જરૂર પડશે તો અમને પણ લંડનથી પરત બોલાવવામાં આવશે તેમ પોલીસ જણાવી રહી છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીવાયએસપી જણાવી રહ્યા છે. મહત્વની વાત છે કે, મહિડા પરિવાર અવારનવાર અન્ય કોમની યુવતીઓને લઈ સામાજિક તાણાવાણામાં ફસાતું આવ્યું છે. અગાઉ અસીમના પિતા માસૂમ મહિડા વિરુદ્ધ પણ હિન્દૂ યુવતીને ભગાડી જવાના કેસ નડીયાદ પોલીસ મથકમાં નોંધાઈ ચૂકયા છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ ન્યાયિક તપાસ કરે તે જરૂરી છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube