જોઈ લો ગુજરાતમાં દોડનારી મેટ્રોનો First Look, આ તારીખે થશે પહેલી ટ્રાયલ રન
ટ્રાયલ રનને લઈને MEGA એટલે કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ કંપની દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જમીનની નીચે પણ ટનલ બનાવવામાં આવી છે
ગૌરવ પટેલ/અમદાવાદ : મેટ્રો ટ્રેનના ચાર કોચ જહાજ મારફતે મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગયા છે. દક્ષિણ કોરિયાથી દરિયાઈ માર્ગેથી આ મેટ્રો ટ્રેનના કોચ લાવવામાં આવ્યાં હતા. જેને લઈને મેગા કંપનીના અધિકારીઓ પણ મુન્દ્રામાં હાજર રહ્યા હતા. આવતીકાલે સાંજ સુધી આ કોચ અમદાવાદ પહોંચી જશે અને 15 તારીખે તેની પ્રથમ ટ્રાયલ રન શરૂ થશે. કુલ 6 કિલોમીટરનો આ ટ્રાયલ રન હશે.
આ ટ્રાયલ રનને લઈને MEGA એટલે કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ કંપની દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જમીનની નીચે પણ ટનલ બનાવવામાં આવી છે. ત્યારે મેટ્રો મામલે MEGA કંપનીના અધિકારી આઈ.પી.ગૌતમે પત્રકાર પરિષદ સંબોધીને તેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવતીકાલે સાંજ સુધી કોચ અમદાવાદ આવી જશે, જેના બાદ 15 તારીખ બાદ પ્રથમ ટ્રાયલ રન શરૂ થશે.
6.2 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર, જુઓ નવા વર્ષમાં કેવી ઠંડી રહેશે
માર્ચ મહિનામાં મેટ્રો દોડશે
પત્રકાર પરિષદમાં જણાવાયું કે, માર્ચ મહિનાથી શહેરમાં મેટ્રો ટ્રેન દોડશે. મુંદ્રા પોર્ટ ખાતે ઉતરેલા ત્રણ કોચ આવતી કાલ સાંજ અથવા સોમવાર સવાર સુધીમાં અમદાવાદ એપરલ પાર્ક ખાતે આવેલા મેટ્રોના ડેપો ખાતે પહોચશે. જેને લઈને 15મી તારીખ પછી પ્રથમ ટ્રાયલ રન હાથ ધરાશે. જાપાનની મેલ્કો કંપની અને હ્યુન્ડાઈ રોટમ કંપનીના ઇજનેરો દ્વારા 1લી જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી ટેસ્ટ ટ્રાયલ કરશે. કંપનીના ટેસ્ટ ટ્રાયલ પુર્ણ થયા બાદ ભારત સરકારના ઉડ્ડયન મંત્રાલય હેઠળ કામ કરતી સંસ્થા અને રેલવેની સંસ્થા રીસર્ચ ડિઝાઇન સ્પેસિફીકેશન ઓર્ગેનાઇઝેન દ્વારા સલામતીનું ટેસ્ટીંગ કરામાં આવશે અને ત્યાર બાદ માર્ચ મહિનાથી જાહેર જનતા માટે મેટ્રો ટ્રેન ખુલ્લી મુકવામાં આવશે.
ગુજરાતનું આ મંદિર ભક્તોએ ચઢાવેલા ફૂલોમાંથી કરશે કમાણી, Pics
રોડ પહોળો કરવામાં મુશ્કેલી આવી
સામાન્ય રીતે 30 મીટરથી પહોળો રોડ હોય ત્યાં ઓવર હેડ અને 30 મીટરથી ઓછી પહોળાઇવાળા રસ્તાઓ પર અંડર ગ્રાઉન્ડ મેટ્રો હોય છે. અમદવાદમાં ઘણી જગ્યાએ રોડ પહોળા ન હોવાથી મેટ્રોની કામગીરીમાં મુશ્કેલી સર્જાઇ હતી. કોર્ટના સ્ટે ચક્કરમાં મેટ્રો ટ્રેન દોઢ વર્ષ અટવાઇ. જો અમદાવાદમાં અંડરગ્રાઉન્ડ રૂટ લાંબો કરવામાં આવ્યો હોત તો કંપનીને બે હજાર કરોડથી વધારેનો ખર્ચ કરવો પડ્યો હોત. અમદવાદમા રોડ પહોળો કરવામાં 900 પરિવારને અસર થઇ. મેગાના મેનેજિંગ ડાયરેક્ટર આઈ.પીય.ગૌતમે જણાવ્યું કે, મેટ્રો માટે અમદાવાદની જનતાનો સહકાર મળ્યો. પ્રથમ ટ્રાયલમાં સાડા ત્રણ વર્ષ થયા.
Photos: દીવ જતા આ વાતનું ધ્યાન જરૂર રાખો, નહિ તો પસ્તાવાનો વારો આવશે
મેટ્રો ટ્રેનની વિશેષતાની વાત કરીએ તો એક કોચનો ખર્ચ સાડા 10 કરોડ રૂપિયા છે. જ્યારે 40 કિમીના રૂટ માટે આવા 96 કોચ જોઈએ. 1 કોચમાં 40 સીટીગ કેપેસીટી સાથે 300 લોકો સવાર થઇ શકશે અને ટ્રેનમાં 900 લોકો મુસાફરી કરી શકે છે. એટલે આવી કુલ 32 ટ્રેનની જરૂરિયાત છે. 10 વર્ષ સુધી 3 કોચની ટ્રેન દોડાવવામાં આવશે. ત્યારબાદ ટ્રાફિક અનુસાર 6 કોચની ટ્રેન દોડશે.
ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહ્યા છે ડુંગળી-લસણ-બટાકાના ભાવ
આઈ.પી.ગૌતમે વધુમાં જણાવ્યું કે, મેટ્રો કૌભાંડના કારણે પ્રોજેક્ટ પર અસર થઈ. તે સમયે 400થી 500 કરોડનું નુકસાન થયું હતું. હાલના પ્રોજેક્ટને નવેમ્બર 2014-15માં મંજૂરી મળી હતી. મેગા હવે GMRC એટલે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના નામે ઓળખાશે.