રાજકોટઃ રાજ્યમાં આજે સાંજે 6 કલાક સુધીમાં 40 તાલુકાઓમાં વરસાદ થયો છે. રાકોટના ગોંડલમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. તો જૂનાગઢના માણાવદરમાં એક ઇંચ વરસાડ પડ્યો છે. તો તાપીના સોનગઢમાં પણ એક ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના કેશોદમાં 19 મીમી વરસાદ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોંડલમાં ચાર ઇંચ વરસાદ
ગોંડલ શહેર તેમજ પંથકમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થતાં લોકોએ અસહ્ય ગરમી અને બફારાની વચ્ચે રાહત મેળવી છે. અહીં સાંજે ચારથી છ કલાક વચ્ચે ચાર ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદનું જોર એટલું બધું હતું કે હાઇવે પર વાહનો થંભાવી ગયા હતા. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં કેડ સમાં પાણી ભરાયા હતા. 4 ઈંચ વરસાદને પગલે શહેરના રાજમાર્ગો પર રીતસર નદી વહી રહી હોઈ તેવા દ્રશ્યો સર્જાયા હતા.


ગોંડલ પંથકમાં વાત કરીએ તો દેરડી, મોવિયા, હડમતળા જી.આઈ. ડી.સી  તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગાજવીજ તેમજ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ધોધમાર વરસાદ ને લીધે ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી હતી. 


જામજોધપુર પાસે કોઝવેમાં ચાર લોકો તણાયા, ભાઈ-બહેનનું મોત, બે બાળકીઓની શોધખોળ ચાલુ  


જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદ
આ સિવાય જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં પણ એક ઇંચ વરસાદ પડ્યો છે. તો કેશોદમાં 19મીમી વરસાદ પડ્યો હતો. ડાંગના આહવામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તો તાપીના સોનગઢમાં પણ એક ઇંચ વરસાજ થયો છે. તો રાજ્યના અન્ય તાલુકામાં નોંધપાત્રા વરસાદ થયો છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube