જામજોધપુર પાસે કોઝવેમાં ચાર લોકો તણાયા, ભાઈ-બહેનનું મોત, બે બાળકીઓની શોધખોળ ચાલુ

જામજોધપુર તાલુકાના સત્તાપરથી ઉદેપુર વચ્ચેના રસ્તા પર એક કોઝવે આવે છે. આ કોઝવેના ધસમસતા પ્રવાહમાં ચારેય લોકો તણાયા હતા. જેમાં ભાઈ-બહેનના મોત થયા છે. જ્યારે બે નાની બાળકીની શોધખોળ ચાલી રહી છે.
 

 જામજોધપુર પાસે કોઝવેમાં ચાર લોકો તણાયા, ભાઈ-બહેનનું મોત, બે બાળકીઓની શોધખોળ ચાલુ

મુસ્તાક દલ/જામનગરઃ  જિલ્લાના જામજોધપુર તાલુકાના સત્તાપર ગામે રહેતો યુવાન રાણાવાવથી પોતાની બહેન અને બે બાળકીને તેડીને સત્તાપર પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન જામજોધપુર તાલુકાના સત્તાપરથી ઉદેપુર વચ્ચેના રસ્તા પર એક કોઝવે આવે છે. આ કોઝવેના ધસમસતા પ્રવાહમાં ચારેય લોકો તણાયા હતા. જેમાં ભાઈ-બહેનના મોત થયા છે. જ્યારે બે નાની બાળકીની શોધખોળ ચાલી રહી છે.

પ્રાપ્ત વિગત અનુસાર આવડાભાઈ ભોજાભાઈ સીંધવ (ઉં 30) પોતાના બહેનને તેડવા માટે રાણાવાવ ગયા હતા. ત્યાંથી તેઓ સત્તાપર-ઉદેપુર રસ્તા પર આવેલા કોઝવે પરથી પસાર થઈ રહ્યાં હતા. ત્યાં પાણીના પ્રવાહમાં તણાયા હતા. આ ઘટનામાં બંન્ને ભાઈ બહેનના મોત થયા છે. જ્યારે તેમની બે નાની ભાણેજ પણ તણાઈ ગઈ છે. હાલ તેની શોધખોળ ચાલી રહી છે. 

ભાજપે પેટા ચૂંટણી જીતવા કઈ બેઠક પર કોને સોંપી જવાબદારી, ક્લિક કરીને જાણો 

હાલ તંત્ર દ્વારા આ બાળકીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. પરંતુ આશંકા છે કે પાણીમાં ડૂબી જવાને કારણે બાળકીઓના પણ મોત થઈ ચુક્યા છે. જામજોધપુર મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news