ભાવીન ત્રીવેદી/જૂનાગઢ: દેશ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે જૂનાગઢવાસીઓમાં જાણીતા ભારતી આશ્રમના મહંત હરિ હરાનંદર બાપુ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાના સમાચાર વાયુવેગે સૌરાષ્ટ્રમાં ફરી વળતા ભક્તો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતી આશ્રમના મહંત હરિ હરાનંદર બાપુને કોરોનાની અસર જણતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ એ જ ભારતી આશ્રમના હરિ હરાનંદ બાપુ છે, જેઓ સરખેજ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં હતા.


ગીર સોમનાથના નાનકડા ગામડામાં અડધી રાત્રે એવું તે શું બન્યું કે અચાનક દિવાળી જેવો માહોલ સર્જાયો


આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભારતી આશ્રમના મહંત હરીહરાનંદ ભારતી બાપૂ કોરોના સંક્રમિત થયા છે. જૂનાગઢ ભારતી આશ્રમ અને સરખેજ આશ્રમના મહંત હરીહરા નંદ ભારતી બાપૂની નાદુરસ્ત તબિયતના કારણે અમદાવાદની ઝાયડસ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હરીહરા નંદ બાપુના શિષ્ય યદુનંદન ભારતી બાપૂ એ હરીહરા નંદ બાપૂ કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી આપી હતી. ખાનગી હોસ્પીટલમાં બાપુની હાલ તબિયત સુધારા પર છે.


માનવતા લજવતો કિસ્સો: નવજાતનું ભ્રૂણ કચરામાંથી મળી આવતા જનેતા પર લોકોની ફિટકાર


થોડા દિવસો પહેલા હરીહરાનંદ ભારતી બાપુ વડોદરાથી ગુમ થયા હતા. તેઓનો  ભારતી આશ્રમની પ્રોપર્ટીનો કેસ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસની ચોથી લહેરની દહેશત છે, ત્યારે છેલ્લાં 16 દિવસમાં 10 હજારથી વધુને કોરોના ઝપેટમાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 777 નવા કેસ નોંધાયા છે. સળંગ ત્રીજા દિવસે કોરોનાથી મૃત્યુ નોંધાયું છે. ગુજરાતમાં વધતા કેસ વચ્ચે લોકોની બેદરકારી પણ જોવા મળી રહી છે. માસ્ક વગર જ બેદરકાર લોકો ફરી રહ્યા છે. 


NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ અમદાવાદ પહોંચ્યા, BJPના તમામ MLA હાજર


ગુજરાતમાં હાલ 4632 એક્ટિવ કેસ છે જ્યારે પાંચ દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં સૌથી વધુ 1873, સુરતમાંથી 651 જ્યારે વડોદરામાંથી 360 સાથે સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ ગ્રામ્યમાં કોરોનાથી મૃત્યુ થયું છે.. રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે વધીને 10954 થયો છે.. જોકે, સારી વાત એ છેકે કોરોનાની ચોથી લહેરને રોકવા માટે લોકો બૂસ્ટર ડોઝ અંગે પણ સચેત થયા છે અને મોટી સંખ્યામાં લોકો બૂસ્ટર ડોઝ લેવા માટે પહોંચી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube