માનવતા લજવતો કિસ્સો: નવજાતનું ભ્રૂણ કચરામાંથી મળી આવતા જનેતા પર લોકોની ફિટકાર

પાંડેસરા વિસ્તારમાં નવજાત શિશુનું ભૃણ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કર્મયોગી 2 સોસાયટીમાં નવજાત શિશુનું ભૃણ મળી આવ્યું છે. સ્થાનિકો દ્વારા આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

માનવતા લજવતો કિસ્સો: નવજાતનું ભ્રૂણ કચરામાંથી મળી આવતા જનેતા પર લોકોની ફિટકાર

તેજસ મોદી/સુરત: રાજ્યમાં અવાર નવાર નવજાત શિશુના ભ્રૃણ મળવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે સુરતમાં માનવતા લજવતો કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં નવજાત શિશુનું ભૃણ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કર્મયોગી 2 સોસાયટીમાં નવજાત શિશુનું ભૃણ મળી આવ્યું છે. સ્થાનિકો દ્વારા આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીની વાલ્મીકિ ગલીમાં નવજાત શિશુનું ભ્રૂણ મળી આવતા ખળભળાટ મચ્યો છે. આ ઘટનાના દ્રશ્યો જોઈને સ્થાનિક રહીશો ચોંકી ગયા હતા. સ્થાનિકોને કચરાના ઢગલા વચ્ચે પડેલા નવજાત ભ્રૂણ અંગેની માહિતી પોલીસને આપી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. 

પોલીસે તાત્કાલિક નવજાત શિશુના ભૃણનો મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, સ્થાનિક લોકોએ જનેતા પર અનેક આશંકાઓ સેવી ફિટકાર વરસાવી છે. સ્થાનિકો વચ્ચેની ચર્ચા મુજબ આ ઘટનામાં કોઈ યુવતી કે મહિલાઓએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાતને જન્મ આપ્યા બાદ તેનો ત્યાગ કર્યો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news