NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ અમદાવાદ પહોંચ્યા, BJPના તમામ MLA હાજર

દ્રૌપદી મૂર્મુ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ભાજપના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. તેઓ નારાયણી હાઇટ્સ ખાતે ધારાસભ્યો સાથે મુલાકાત કરશે.

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ અમદાવાદ પહોંચ્યા, BJPના તમામ MLA હાજર

અમદાવાદ: NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેઓ હાલ અમદાવાદ પહોંચ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર સીએમ ભૂપેન્દ્ર પટેલ, BJP ગુજરાત પ્રમુખ સી આર પાટીલ , સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર સહિતના નેતાઓ તેમના સ્વાગત માટે પહોંચ્યા છે. 

LIVE:

  • NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુરમું બેઠકના સ્થળે પહોંચ્યા હતા
  • મુખ્યમંત્રી, ભાજપ અધ્યક્ષ પણ સાથે હાજર
  • કેન્દ્રિય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, ભારતી પવાર પણ સાથે

રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન

  • ભારતના રાષ્ટ્રપતિ ની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે.
  • ભાજપના તમામ ધારાસભ્યો આવતીકાલે મતદાન કરશે.
  • NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુરમું આજે આવ્યા હતા .
  • તેઓ સૌથી નાની વયે રાષ્ટ્રપતિ બનશે. 
  • સૌથી વધુ મતોથી જીતશે તેવો વિશ્વાસ છે.

No description available.

જીતુ વાઘાણીનું નિવેદન

  • કોંગ્રેસે હંમેશા આદિવાસીઓને છેતરવાનું કામ કર્યું છે.
  • ભલા ભોળા આદિવાસીઓને કાયમ છેતર્યા છે.
  • ભાજપે આદિવાસી સમાજને સૌથી મોટા પદનું નેતૃત્વ આપ્યું છે.
  • કોંગ્રેસના સાથી પક્ષોએ પણ સમર્થન આપ્યું છે.
  • ત્યારે કોંગ્રેસે પણ આ સારા ઉમેદવારને સમર્થન આપવું જોઈએ.

દ્રૌપદી મૂર્મુ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ભાજપના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. તેઓ નારાયણી હાઇટ્સ ખાતે ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. નારાયણી હાઇટ્સમાં આજે મોક પોલ યોજીને ધારાસભ્યોને પ્રેક્ટિસ પણ કરાવવામાં આવશે. ધારાસભ્યો સાથેની મુલાકાત બાદ દ્રૌપદી મૂર્મુ પરત રવાના થશે.

- CM ભૂપેનદ્ર પટેલ, સી.આર. પાટીલે કર્યું સ્વાગત..
- નારાયણી હાઈટસ ખાતે ધારાસભ્યો સાથે કરશે બેઠક....#DraupadiMurmu #PresidentialElections2022 #Election2022 #ZEE24Kalak @maulikdhamecha pic.twitter.com/qqFXAPoXub

— Zee 24 Kalak (@Zee24Kalak) July 17, 2022

કોણ છે NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ?
રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને એનડીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે 20થી વધુ નામ હતા. પરંતુ તેમાંથી દ્રૌપદી મુર્મૂ એનડીએના ઉમેદવાર બશે. દ્રૌપદી મુર્મૂના સફર વિશે વાત કરીએ તો તેમણે ઓડિશાના પાર્ષદ બનવાની સાથે રાજકીય જીવનની શરૂઆત કરી હતી. 

20 જૂન 1958ના જન્મેલા દ્રૌપદી મુર્મૂ ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજૂ જનતા દળ ગઠબંધન સરકાર દરમિયાન 2000-2002 સુધી વાણિજ્ય અને પરિવહન માટે સ્વતંત્ર પ્રભાર અને 6 ઓગસ્ટ 2002થી મે સુધી મત્સ્ય પાલન અને પશુ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી હતા. તેઓ વર્ષ 2000થી 2004માં ઓડિશાના પૂર્વ મંત્રી અને રાયરંગપુર વિધાનસભાથી ધારાસભ્ય હતા. તેઓ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ બન્યા હતા. તો રાજ્યપાલ પદે પહોંચનારા ઓડિશાના પ્રથમ મહિલા અને આદિવાસી નેતા રહ્યાં છે. તો ચૂંટાયા બાદ દ્રૌપદી મુર્મૂ ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. આ સિવાય તે ઓડિશાથી પ્રથમ રાષ્ટ્રપતિ પણ હશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news