Kiran Patel : ગુજરાત સરકારને ઉઠા ભણાવનાર અને સરકારી પૈસે તાગડધિન્ના કરનાર મહાઠગ કિરણ પટેલ મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. કિરણ પટેલ હાલ કાશ્મીરની જેલમાં બંધ છે. પરંતું અમદાવાદમાં તેની કિરણ પટેલની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરાઈ છે. માલિની પટેલે આગોતરા જામીન માટે અરજી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં પટેલ દંપતી સામે મકાન પચાવી પાડી છેતરપીંડી કરવાની ફરિયાદ દાખલ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PMOમાં એડિશનલ ડાયરેક્ટર હોવાનું કહીને જમ્મુ કાશ્મીરમાં સિક્યુરિટી મેળવનાર કિરણ પટેલની ધરપકડ કરવામા આવી છે. ત્યારે ગુજરાતમાં કિરણ પટેલ મામલે મોટા ખુલાસા થયા છે. નકલી અધિકારી કિરણ પટેલ ઘોડાસર વિસ્તારની પ્રેસ્ટિજ સોસાયટીમાં રહે છે. એક વર્ષ પહેલા જ તેણે અમદાવાદના સિંધુભવન રોડ પર એક બંગલામાં રહે છે. જ્યાં તે હવે પરિવાર સાથે રહે છે. તે રાજકીય લોકો સાથેના ફોટાઓ બતાવી રૌફ જમાવતો હોવાનું પણ ખૂલ્યું છે. એટલુ જ નહિ, તેની સામે અનેક ગુનાઓ પણ નોઁધાયા છે. તેની સામે વડોદરામાં પણ ગુનો નોંધાયો છે.


ગુજરાતની દરિયાઈ દુનિયામાંથી એક રહસ્યમયી જીવ મળી આવ્યું, માછીમારો ગભરાયા


પતિ પત્નીએ મળીને બંગલો પચાવ્યો હતો
જમીન લે વેચનો વ્યવસાય કરતા જગદીશ ચાવડાને મહાઠગ કિરણ પટેલ એ PMOના ક્લાસ વન ઓફિસરની ઓળખ આપીને પોતે ટી પોસ્ટ કંપનીમાં ભાગીદાર હોવાનું અને પ્રોપટી લે વેચ કામ કરતો હોવાનો વિશ્વાસ કેળવ્યો હતો..જે બાદ જગદીશ પટેલ એ ઠગ કિરણ પટેલને પોતાનો બંગલો રીનોવેશન નો કોન્ટ્રાકટ આપ્યો હતો. કિરણ પટેલ અને તેની પત્ની માલિની સાથે મળીને સિંધુભવન પાસે આવેલ નિલકમલ ગ્રીન બંગલાના રીનોવેશન ના 35 લાખ રૂપિયા મેળવી કામ પૂર્ણ કર્યા બાદ બંગલાના માલિક જગદીશ ભાઈ બહારગામ જતા જ ઠગ દંપતીએ બંગલામાં હવન અને વાસ્તુ પૂજન કરાવ્યું હતું. જેમાં બિઝનેસમેન અને પોલિટિકલ વ્યક્તિને મહેમાન તરીકે બોલાવી આ બંગલો કિરણ ખરીદ્યો હોવાનો દાવો કર્યો હતો. ત્યારે બંગલાની બહાર કિરણ પટેલ એ પોતાના નેમ પ્લેટ વાળું બોર્ડ લગાવ્યું હતું...જે બાદ પૂજા કરતા ફોટો અને બંગલાના ફોટો સાથે સિવિલ કોર્ટમાં ખોટો દાવો કર્યો હતો..જેને લઈ જગદીશ ચાવડાએ ક્રાઇમ બ્રાંચ ફરિયાદ દાખલ કરી હતી.


ગુજરાતમાં મેઘરાજા જીદે ચઢ્યા, વિદાય લેવા તૈયાર નથી : 27 દિવસમાં 57 ગણો કમોસમી વરસાદ


પત્નીએ પતિના આક્ષેપને ફગાવ્યા 
નકલી અધિકારી કિરણ પટેલની પત્ની માલિનીએ તમામ આક્ષેપો ફગાવ્યા છે. કિરણ પટેલની પત્ની માલિની પટેલે મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મારા પતિને ફસાવવામાં આવ્યો છે. અમે કદી કોઈનું ખોટું કર્યું જ નથી, અને અમને ત્યાંથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. કિરણ તો ત્યાં સારા ડેવલપમેન્ટ માટે ગયા હતા. ઊલટાનું કાશ્મીરના ડેવલપમેન્ટ માટે ગયા હતા અને ત્યાં તેમને ચોક્કસ કોઈએ ફસાવી દીધા છે. અમારા જે જૂના કેસ હતા તે તો બધું પતી ગયું છે અને કેસ પણ ક્વોશિંગ થઈ ગયો છે. કિરણની તપાસ પતી ગઈ છે અને બધું પોઝિટિવ પતી ગયું છે તો પછી હવે કશું નેગેટિવ નથી તો કોર્ટમાં પણ બધું પતી ગયું છે અને હવે નક્કી થશે.


આ પાટીદાર ઉદ્યોગપતિના સાહસને સલામ છે, મહેસાણામાં એકલા હાથે ઉભું કર્યું આખું જંગલ