રક્ષિત પંડ્યા, રાજકોટ: ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રિવાબા જાડેજાના પોલીસ સાથે થયેલા ઘર્ષણ મામલે મહિલા હેડ કોન્સ્ટેબલની તબિયત ખરાબ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. મોડી રાત્રે સારવાર બાદ મહિલા હેડ કોન્સ્ટેબલને ડીસચાર્જ કરવામાં આવી હતી. હજુ સુધી મહિલા હેડ કોન્સ્ટેબલે પોલીસ ફરિયાદ નોંધાવી નથી. જો કે, પોલીસે પણ ક્રિકેટર પાસેથી માસ્ક ન પહેરવા બદલ દંડ વસુલ કર્યો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજકોટ: રવિન્દ્ર જાડેજા અને રિવાબાને પોલીસ સાથે થઇ માથાકુટ, જાણો શું છે સમગ્ર મામલો


રાજકોટ શહેર તેના રંગીલા મિજાજને કારણે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. ત્યારે ગઇકાલે ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા જાડેજા મોડી રાતે પોતાની ગાડીમાં ફરવા માટે નિકળ્યા હતા. તે દરમિયાન માસ્ક ન પહેર્યું હોવાનું જણાતા રાજકોટ પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. ત્યારે સ્થળ પર ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલ સોનલ સાથે રિવાબા જાડેજાને ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેના કારણે રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અધિકારીઓએ મધ્યસ્થી કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.


આ પણ વાંચો:- આજથી ગુજરાતીઓ માટે વધી મુશ્કેલી, માસ્ક નહીં પહેર્યું તો 1000 રૂપિયા દંડ


જો કે, રિવાબા જાડેજા સાથે ઉગ્ર બોલાચાલી થતા મહિલા હેડ કોન્સ્ટેબલની તબિયત બગડી હતી. ત્યારબાદ મહિલા હેડ કોન્સ્ટેબલને સાધુવાસવાણી રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મોડી રાત્રે સારવાર બાદ મહિલા હેડ કોન્સ્ટેબલને ડિસર્ચાર્જ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે હજુ સુધી મહિલા હેડ કોન્સ્ટેબલે પોલીસ ફરિયાદ નોંધાવી નથી. તો બીજી તરફ પોલીસે પણ ક્રિકેટર પાસેથી માસ્ક ન પહેરવા બદલ દંડ પણ વસુલ કર્યો નથી.


આ પણ વાંચો:- શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં ટ્રસ્ટી વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ, FSL રિપોર્ટમાં આ આવ્યું સામે


ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજા તથા તેમના પત્ની રીવા બા જાડેજા રાત્રે પોતાની ગાડીમાં બહાર નિકળ્યાં હતા. જો કે પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવતા પોલીસ જોડે સામાન્ય બોલાચાલી ઉગ્ર દલીલોમાં પરિણમી હતી. જેના કારણે રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અધિકારીઓએ મધ્યસ્થી કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજા ન માત્ર ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર છે. સાથે સાથે તે વિશાળ ફેન ફોલોઇંગ પણ ધરાવે છે. તો તેમના પત્ની રીવા બા ભાજપ સાથે જોડાયેલા છે. ઉપરાંત ઘણી રાજકીય વગ પણ ધરાવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર