Data Entry નું કામ કરી સાઇડ ઇનકમ રળતા લોકો ચેતી જજો! નહીતર કમાવવાના બદલે ગુમાવવાનો વારો આવશે
ગુજરાત (Gujarat) માં પહેલા શરીર સંબંધી ગુનાઓનું પ્રમાણ ઘણું હતું. પરંતુ વધતી જતી ટેકનોલોજીની સાથે સાથે માલ-મિલકત સંબંધી ગુનાઓનું પણ પ્રમાણ વધતું ગયું છે. આ ગુનાખોરીમાં સજાની જોગવાઈ હોવા છતાં કાયદાની છટકબારી માંથી આસાનીથી છટકી જઇ ગુનેગારો ઓનલાઇન છેતરપિંડી (Online Froud) અને ઠગાઈ કરતા હોવાના કેસો વધુ સામે આવી રહ્યા છે.
મૌલિક ધામેચા, અમદાવાદ: ગુજરાત (Gujarat) માં પહેલા શરીર સંબંધી ગુનાઓનું પ્રમાણ ઘણું હતું. પરંતુ વધતી જતી ટેકનોલોજીની સાથે સાથે માલ-મિલકત સંબંધી ગુનાઓનું પણ પ્રમાણ વધતું ગયું છે. આ ગુનાખોરીમાં સજાની જોગવાઈ હોવા છતાં કાયદાની છટકબારી માંથી આસાનીથી છટકી જઇ ગુનેગારો ઓનલાઇન છેતરપિંડી (Online Froud) અને ઠગાઈ કરતા હોવાના કેસો વધુ સામે આવી રહ્યા છે.
ગાંધીનગર CID સાયબર ક્રાઇમ (Cyber Crime) દ્વારા આવા જ એક ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપીઓ અમદાવાદમાં ઓફિસ રાખીને ઓનલાઇન છેતરપિંડી (Online Froud) કરી અને ઠગાઇ કરવાનું મસ મોટુ કારખાનું ચલાવતા હતા.
Viral Video: યુવકને રોમિયોગીરી પડી ગઈ ભારે, યુવતીઓએ ચંપલ વડે કરી ધોલાઇ
પ્રાપ્ત વિગતો અનુસાર CID સાયબર ક્રાઇમ (Cyber Crime) ની ટીમને મળેલી અરજી ઉપર તપાસ કરતા ચોક્કસ હકીકત મળી હતી કે , અમદાવાદના પ્રહલાદ નગર (Prahladnagar) વિસ્તારમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવવામાં આવી રહયુ છે અને આ કોલ સેન્ટર ડેટાએન્ટ્રીનું કામ આપવાના બહાને કામ મેળવનારને ખોટી રીતે લીગલ નોટિસ આપવાના બહાને પૈસા પડાવવા માટે ધમકી આપવામાં આવતી હતી.
CID સાયબર ક્રાઇમના ડિટેક્ટિવ પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ મકવાણા અને PSI ટી.એમ.પંડ્યા અને PSI એસ.એ.ગઢવીની ટીમે ચોક્કસ ટેકનીકલ એનાલીસીસના આધારે I- GATE સોલ્યુશન અને GSS સર્વિસની ઓફિસમાં રેડ કરી 2 શખ્સોને ઝડપી પાડયા હતા.
પકડાયેલા બંને શખ્સોમાં એક કંપનીનો માલિક હોવાનું સામે આવ્યુ છે. જ્યારે દેવમ દવે આંબાવાડી વિસ્તારનો રહેવાસી છે જે ડેટા એન્ટ્રી ના કામ આપવાના બહાને લોકો સાથે કરાર કરી બાદમાં ડેટા એન્ટ્રીમાં ભૂલ હોવાનું બહાનું કરી કામ બરોબર નહીં કર્યા હોવાનું નોટિસ પણ આપી અને લીગલ નોટિસના પગલે કામ કરાવડાવી ધમકી આપી છેતરપિંડી આચરતો હતો.
છેલ્લા ઘણા સમયથી પ્રહલાદ નગર (Prahladnagar) વિસ્તારમાં ટાઇટેનિયમ બિલ્ડીંગ માં બે અલગ - અલગ ઓફિસમાંથી આ બોગસ કોલસેન્ટર ચલાવતા હતા અને આ કામ કરવા માટે 16 ટેલીકોલર પણ રાખ્યા હતા. જેમાંથી 9 મહિલાઓ અને 7 પુરુષોને માત્ર છેતરપિંડી કરવા માટે ટ્રેનિંગ આપી પૈસા પડાવવામાં આવતા હતા.
હાલ CID સાયબર ક્રાઇમ (Cyber Crime) ની ટીમે પ્રહલાદ નગર ઓફિસ ખાતેથી આરોપી પ્રીતિ શાહ અને શિવમ દવેને ધરપકડ કરી 39 મોબાઈલ, 2 લેપટોપ, ટેલી કોલિંગ માટે વપરાતા રાઉટર અને સીમકાર્ડ સહિત મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે. જોકે વધુ પુછપરછ કરવા પોલીસે તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ગુનામાં સીઆઇડી સાયબર ક્રાઈમેં આઇટી એક્ટ , છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રની કલમ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube