ધવલ પરીખ/સુરત: નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને પુરની સ્થિતિ ઉપર સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે આજે અધિકારી અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. બેઠકમાં ભૂતકાળના અનુભવ પરથી ભવિષ્યના 15 વર્ષનું આયોજન કરવા સાંસદ સી. આર. પાટીલે સૂચન કર્યુ હતુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરાજીમાં તાજીયા ઉપાડતા સમયે મોટી દુર્ઘટના બની : 24 લોકોને કરંટ લાગ્યો, 2 ના મોત થયા


નવસારી શહેરમાં ગત 27 જુલાઈના રાત્રીથી શરૂ થયેલા મુશળધાર વરસાદમાં શહેર જળબંબાકાર થયુ હતું. જેની સાથે જ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ગત રોજ જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં સર્જાયેલી પુરની સ્થિતિની સમીક્ષા કરવા આજે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ નવસારી આવ્યા હતા. જેમણે નવસારી સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ સાથે જ સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં જિલ્લા કલેકટર દ્વારા લોકોના સ્થળાંતર, તમને પહોંચાડવામાં આવેલ પાણી, નાસ્તો, ભોજન તેમજ જિલ્લાના 503 ખેડૂતોને થયેલા નુકશાનની માહિતી આપી હતી. સાથે જ શહેરના 7 વોર્ડ પુરને કારણે વધુ અસગ્રસ્ત થયા હતા. જેમાં સફાઈ, પાણી, આરોગ્ય જેવા મુદ્દાઓ અને હાલમાં કરવામાં આવતી કામગીરી ઉપર સાંસદ પાટીલે સૂચનો આપ્યા હતા. 


અંબાજી જતા માઈભક્તો ખાસ વાંચે: આ તારીખો દરમિયાન અંબાજીમાં રોપ-વે સુવિધા બંધ રહેશે


ખાસ કરીને ગત વર્ષ નવસારીમાં આવેલા ઘોડાપૂર અને હાલમાં શનિવારે અને બુધ-ગુરુની મધ્યરાત્રિએ પડેલા મુશળધાર વરસાદથી શહેરમાં ઉદભેલવી વરસાદી પુર અને નદીઓમાં આવેલ પૂરની સ્થિતિના અનુભવમાંથી શિખામણ લઈ અવાનારા 15 થી 20 વર્ષોમાં પુર અને ભારે વરસાદથી થતી સમસ્યાને કેવી રીતે હળવી અથવા તો કાયમી ઉકેલ લાવી શકાય એના ઉપર ચર્ચા કરી, વ્યવસ્થિત આયોજન કરવા સૂચન કર્યુ હતું. સાથે જ રાજ્યના મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી બંને પુર અને ભારે વરસાદની સ્થિતિ દરમિયાન સતત જિલ્લા તંત્રના સંપર્કમાં રહ્યા હતા તમેજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત મુલાકાત દરમિયાન નવસારીની સ્થિતિ વિશે પૃચ્છા કરીને ચિંતા કરી હોવાની માહિતી પણ સાંસદે આપી હતી.


5 લાખથી ઓછો છે પગાર? તો પણ ITR ફાઈલ કરવું જરૂરી, જાણી લો નિયમ નહીં તો દંડ ભરવો પડશે


નવસારીમાં ગત રોજ ભારે વરસાદ બાદ સર્જાયેલ પુરના પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર સાથે પાલીકાના કર્મચારીઓ પણ શહેરને ફરી સ્વચ્છ બનાવવા માટે કામે લાગ્યા છે. જેમાં પુરના કારણે શહેરના 7 વોર્ડમાં ગંદકી અને કાદવ કીચડ થતા તેની સફાઈ માટે એક ડ્રાઈવર સાથે 4 સફાઈ કર્મી એમ કુલ 175 કર્મચારીઓની 35 ટીમો ઉતારવામાં આવી છે. સાથે જ પુર બાદ પાણીજન્ય રોગ અને અન્ય સ્થીતિને ધ્યાને રાખી આરોગ્ય વિભાગની 40 ટીમ ઉતારવામાં આવી છે, જેઓ ઘરે ઘરે ફરીને લોકોના આરોગ્ય સાથે પાણીની ચકાસણી પણ કરશે. 


ગૃહમંત્રીના ગામમાં જ ઢગલાબંધ ‘તથ્ય’ : અબ ઠોકો તાલી, જન્નત મીરની સ્પીડ તો 160


નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પુરને કારણે મહાનગરપાલિકા બનવાના સપના જોતા નવસારી શહેરમાં વરસાદ અને પુરમાં શહેરીજનોએ ભારે હાલાકી વેઠવી પડી હતી. ત્યારે ભવિષ્યના 15 વર્ષોનું આયોજન વ્યવસ્થિત થાય, તો પાલિકા મહાનગરપાલિકાના પડકારો ઝીલી શકશે.


વિપક્ષની એક્તાને ઝટકો! I.N.D.I.A. ગઠબંધનના આ દિગ્ગજ નેતા PM મોદી સાથે જોવા મળશે