અંબાજી જતા માઈભક્તો ખાસ વાંચે: આ તારીખો દરમિયાન અંબાજીમાં રોપ-વે સુવિધા બંધ રહેશે, જાણો વિગતે
અંબાજી મંદિર ખાતે જગતજનની માં અંબાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઈભક્તો આવતા હોય છે. ત્યારે ઉષા બ્રેકર્સ દ્વારા અંબાજીના ગબ્બર પર્વત પર 4 દિવસ સુધી રોપ-વે સુવિધા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/અંબાજી: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અંબાજીની ગબ્બર રોપ-વે સેવા ચાર દિવસ બંધ રહેશે. મેઈનટેઈનન્સની કામગીરીના કારણે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 2 થી 5 ઓગસ્ટ સુધી ગબ્બર રોપ વે સેવા બંધ રહેશે. દર્શનાર્થીઓની સુરક્ષા અને સલામતીના પગલે આ નિર્ણય લેવાયો છે. જેના કારણે માઈભક્તોને પગથિયા ચડીને ગબ્બર પર્વત પર જઈ શકશે. પરંતુ 6 ઓગસ્ટથી રોપ વે સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે.
અંબાજી મંદિર ખાતે જગતજનની માં અંબાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઈભક્તો આવતા હોય છે. ત્યારે ઉષા બ્રેકર્સ દ્વારા અંબાજીના ગબ્બર પર્વત પર 4 દિવસ સુધી રોપ-વે સુવિધા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વેની મેઈન્ટેનેન્સની કામગીરીને લઈને 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી રોપ-વે બંધ રહેશે. આ સમય દરમિયાન યાત્રાળુઓ પગથિયા ચડીને માતાજીની અખંડ જ્યોતના દર્શન કરી શકશે. 6 ઓગસ્ટથી રોપ-વે સુવિધા રાબેતા મુજબ શરૂ થશે.
તમને જણાવી દઈએ કે, સુપ્રસિદ્ધ અંબાજી ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા જતા યાત્રાળુઓની સુવિધા માટે રોપ-વે ઉપલબ્ધ છે. પરંતુ સમયાંતરે ઉષા બ્રેકર્સ દ્વારા રોપ-વે સેવા માટે મેઈનટેઈનન્સ કરવામાં આવે છે. આ રોપ-વેની વર્ષભરમાં સમયસર દેખરેખ રાખવામાં આવતી હોય છે. ત્યારે હવે ઉષા બ્રેકર્સ દ્વારા 4 દિવસ રોપ-વે સુવિધા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે