G-20 Gujarat : ગાંધીનગરમાં બેઠકોનો દોર જામ્યો છે. G ૨૦નો જોરશોરથી પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત માટે આ બેઠકો એ કેન્દ્રમાં વધતો પ્રભાવ દેખાડી રહ્યો છે. રાજ્યમાં 200 વિદેશી સહિત 400 બિઝનેસ ડેલિગેટ્સ આ બેઠકોમાં ભાગ લઈ રહ્યાં છે. આ બેઠકોમાં જી-20 દેશોના ભારત સ્થિત રાજદૂતોનો પણ સમાવેશ થાય છે. આ બેઠકોમાં સામેલ થનારા સીઈઓ અને બિઝનેસ પ્રમોટરો આજે સાંજે ગુજરાતમાં રોકાણ અંગેની મહત્વની વિગતો જાહેર કરશે. આ પ્રકારની બેઠકો એ ગુજરાતના વિકાસ માટે અતિ અગત્યની છે. વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરે છે આ બેઠકો પણ આ વિકાસની વાતો વચ્ચે કેટલાક અધિકારીઓ અને નેતાઓ મલાઈ તારવી લેતા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાભ કેટલાક ગણ્યા ગાંઠ્યા કોન્ટ્રાક્ટરોને મળ્યો
મહત્વની વાત એ છે કે આવા ઉત્સવોએ આઇએએસ અધિકારીઓ માટે કમાણીના દ્વાર ખોલી નાખ્યા છે.  આ બેઠકો માટે જે પ્રકારની હાઈફાઈ વ્યવસ્થા થાય છે એમાં સૌથી મોટો લાભ કેટલાક ગણ્યા ગાંઠ્યા કોન્ટ્રાક્ટરોને મળી રહ્યો છે. G ૨૦ ના પ્રચાર માટે અમદાવાદ સહિત આખાય રાજ્યમાં મોટા હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. જેના પ્રચાર પાછળ જ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે. સચિવાલયમાં ચર્ચા છે કે, ગુજરાતના વિકાસના નામે થતા આયોજનના બહાને થતા ખર્ચમાં કટકી થઈ રહી છે. માત્ર મળતીયાઓને જ કોન્ટ્રાકટ આપી અધિકારીઓ મલાઈ તારવી રહ્યા છે.


આ પણ વાંચો : 


ગુજરાતના IAS અને IPS બેડામાં રાજકારણ ચરમસીમાએ, પદ મેળવવા દિલ્હી સુધી છેડા અડાડ્યા


ગુજરાતના બ્યૂરોક્રેસીમાં મુખ્ય સચિવ માટે ખેંચતાણ, આ IAS એ દિલ્હીમાં બે વાર હાજરી આપી


ભાજપના એક વગદાર નેતાની એજન્સીને હોર્ડિંગનું કામ અપાયું 
હોર્ડિંગ જ નહીં પણ હોટલનું બુકિંગ હોય, કાર ભાડે લેવાની હોય, એક જ કોન્ટ્રાકટને વર્ષોથી કોન્ટ્રાકટ આપી દેવાય છે. ભાજપના એક વગદાર નેતાની એજન્સીને હોર્ડિંગનું કામ આપી દેવાયુ છે. એવી રીતે ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવતા એક બિઝનેસ મેનને જ G ૨૦માં આવનારા મહેમાન માટે હોટલ અને કાર વ્યવસ્થા માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આમ મેળાપીપણું રચી બારોબાર મોટા બિલો બનશે. વિવિધ વિભાગોની ગ્રાન્ટ પણ આવા ઉત્સવો પાછળ બારોબાર વપરાશે અને એનો હિસાબ મેળવી દેવાશે. હવે તો વિરોધ પક્ષ પણ નથી એટલે અધિકારીઓ ને ફાવતું ફાવશે. આ તો ફક્ત ચર્ચાઓ છે પણ જો ખરેખર આ વાસ્તવિકતા હોય તો વિકાસ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરતી સરકાર માટે આ પ્રકારનો વહીવટ કાળી ટીલી સમાન છે.


ગુજરાતમાં યોજાનારી પ્રથમ G20 બેઠક બિઝનેસ B20ની શરૂઆત મીટિંગની ગાંધીનગરમાંથી 22-24 જાન્યુઆરી દરમ્યાન થઇ ગઇ છે. B20 એ 2010 માં સ્થપાયેલું સત્તાવાર G20 સંવાદ મંચ અને સૌથી પ્રખ્યાત છે. આ G20 બેઠકોમાં જોડાણ જૂથો, સહભાગીઓ તરીકે કંપનીઓ અને વ્યવસાયિક સંસ્થાઓ ભાગ લેનારી છે. જેમાં B20 વૈશ્વિક બિઝનેસ લીડર્સને તેમના મંતવ્યો માટે ગેલ્વેનાઇઝ કરવાની પ્રક્રિયાનું નેતૃત્વ ભારત કરે છે. આ ગુજરાત બેઠકમાં મુખ્યત્વે વૈશ્વિક આર્થિક અને વેપાર શાસનના મુદ્દાઓ પર ચર્ચા થશે. B20 ઈન્ડિયા 2023 સંવાદ ને RAISE ની થીમ હેઠળ થશે. નટરાજન ચંદ્રશેખરન (ચેરમેન-ટાટા ગ્રુપ) B20 ઈન્ડિયાના અધ્યક્ષ છે. ગાંધીનગરમાં B20 ઇન્સેપ્શન મીટિંગમાં વર્તમાન સંદર્ભ અને પડકારો પર ચર્ચા કરી નક્કરકાર્યવાહી યોગ્ય નીતિ માટે ભલામણો સૂચનો મળશે. ખાસ આવનાર ઇન્ટનેશનલ મહેમાનોને ગુજરાતમાં મીલેટ યરની ઉજવણી કરતું ભોજન પીરસાશે.


આ પણ વાંચો : 


બાપ રે બાપ... આ સીઝનની સૌથી વધુ ઠંડી આ સપ્તાહમાં પડશે, બુધ-ગુરુ-શુક્રની આગાહી ભયંકર


B20 ની થીમ્સ પર ચર્ચા થનારા મુદ્દા
- ક્લાઈમેટ એક્શન: હરિયાળા અને ટકાઉ ભવિષ્ય માટે નેટ ઝીરો એનર્જી તરફ વેગ
- વૈશ્વિક ડિજિટલ સહકારને પુનઃવ્યાખ્યાયિત કરીને સમાવિષ્ટ પ્રભાવને ચલાવવા માટે નવીનતા પર પુનર્વિચાર અને પુનર્જીવિત કરવું
- સ્થિતિસ્થાપક વૈશ્વિક મૂલ્ય શૃંખલાનું નિર્માણ: તમામના સમાવેશ અને એકીકરણને આગળ વધારવું
- નાણાકીય સમાવેશ અને સશક્તિકરણ સોસાયટીઓને પ્રોત્સાહન આપવું


આ મુદ્દાઓ ઝડપી, ટકાઉ અને સમાવેશી આર્થિક વૃદ્ધિ તરફ આગળ વધવા એવી વ્યૂહરચનાઓ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે જે વ્યવસાયિક ક્રિયાને વધુ સક્ષમ કરશે. B20 ઇન્ડિયા પ્લેટફોર્મ દ્વારા ઉદ્યોગની સક્રિય ભાગીદારી G20માં યોગદાન આપશે.


આ પણ વાંચો : ઘરમાં તાપણું કરતા નહિ, વડોદરામાં ઘરમાં સળગાવેલા તાપણાના ધુમાડાથી દંપતીનું મોત