ગુજરાતના IAS અને IPS બેડામાં રાજકારણ ચરમસીમાએ, પદ મેળવવા દિલ્હી સુધી છેડા અડાડ્યા

Gujarat New DGP : ગાંધીનગરમાં હાલ ચૂંટણી જેવો માહોલ છવાયો છે... કારણ કે ગુજરાતના નવા ડીજીપી અને નવા ચીફ સેક્રેટરી જેવા મલાઈદાર સ્થાન પર બેસવા માટે રાજકારણ શરૂ થયું છે 

ગુજરાતના IAS અને IPS બેડામાં રાજકારણ ચરમસીમાએ, પદ મેળવવા દિલ્હી સુધી છેડા અડાડ્યા

Gujarat New Chief Secretary : ગુજરાતના સચિવાલયમાં હાલમાં સૌથી વધારે ચર્ચા હોય ચીફ સેક્ર્ટેરી અને ગુજરાતના ડીજીપીની છે. હાલમાં IAS અને IPSમાં જાણે ચૂંટણી હોય અને ટિકિટ માટે દોડાદોડી હોય તેમ ગાંધીનગર અને દિલ્હી સુધી છેડા અડાડી આ બંને પદો માટે ખેંચતાણ ચાલી રહી છે.  ભૂપેન્દ્ર પટેલ સરકારે 6 IPsના નામ મોદી સરકારને મોકલી દીધા છે. ગુજરાતના ચીફ સેક્રેટરીનો સમય પણ પૂર્ણ થઈ રહ્યો છે. હાલમાં એવી પણ ચર્ચા છે કે, ગુજરાત કેડરના ૧૯૮૯ની બેચના આઇએએસ અધિકારી કે શ્રીનિવાસ ગુજરાત પાછા આવી રહ્યાં છે. શ્રીનીવાસને ગુજરાતમાં લાંબા સમય સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કામ કર્યું છે. તેઓ ૨૦૧૭થી સેન્ટ્રલ ડેપ્યુટેશન પર નવી દિલ્હીમાં ફરજ નિભાવી રહ્યાં છે. હવે તેમનો પાછા આવવાનો સમય થઇ ચૂક્યો છે. 

વિપુલ મિત્રાનો એક્સ-કેડર પોસ્ટિંગનો સંકેત
રાજ્યની બ્યૂરોક્રસીમાં બીજા નંબરે આવતા ૧૯૮૬ બેચના એસીએસ વિપુલ મિત્રાએ તો પંચાયત, ગ્રામવિકાસ અને ગ્રામીણ આવાસ વિભાગ છોડવાની તૈયારી પણ કરી લીધી છે. એમના પંચાયત વિભાગમાં કાર્યકાળ દરમિયાન તાલુકા વિકાસ અધિકારીઓની ૧૦૦ ટકા ભરાયેલી તમામ જગ્યાઓ. ૩૩ જિલ્લા પંચાયતોમાં ચિટનીસ-કમ- ટીડીઓની બઢતીથી ભરાયેલી તમામ ૩૩ જગ્યાઓ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીમાં ટીડીઓ વર્ગ- ૨ની ભરાયેલી ૧૧ જગ્યાઓ ઉપરાંત વહીવટી સુધારણા માટે લેવાયેલા પગલાંઓ અંગે વિસ્તૃત પ્રેસનોટ પણ જારી કરી દેવાઈ છે, જે સૂચક માનવામાં આવે છે. 

આ પણ વાંચો : 

નવા મુખ્ય સચિવની નિમણૂકના પગલે વિપુલ મિત્રાનું એકસ-કેડર પોસ્ટ ઉપર મુકાવું નિશ્ચિત છે, જીએસએફસી તથા જીએસીએલના એમડી. પદ અનુક્રમે મુકેશ પૂરી તથા પી.સ્વરૂપને વધારાના ચાર્જથી સોપાયેલા છે. આવા કોઈ બોર્ડ- નિગમમાં વિપુલ મિત્રાની નિણૂક થઈ શકે. વિપુલ મિત્રાએ પંચાયતમાં મોટાભાગની કામગીરી પૂરી કરી દીધી છે. નવા સીએસ આવતાં તેમની બદલી પાક્કી હોવાનું તેઓ માની રહ્યાં છે.

કે. શ્રીનિવાસનનું હાલમાં અહીં પોસ્ટિંગ
શ્વીનિવાસન હાલમાં સપ્ટેમ્બર ૨૦૨૧થી લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન, મસુરીમાં ડાયરેક્ટરની પોસ્ટ પર ફરજ બજાવી રહ્યાં છે. સૂત્રો કહે છે કે શ્રીનિવાસ ભવિષ્યમાં ગુજરાતના વહીવટી વડા એટલે કે ચીફ સેક્રેટરી બની શકે તેમ છે, કેમ કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડબુકમાં છે અને તેઓ ઓગષ્ટ ૨૦૨૭માં વયનિવૃત્ત થવાના છે. જો શ્રીનિવાસ ગુજરાતમાં હાલ પાછા નહીં આવે તો તેમને કેન્દ્રની સરકારમાં ઉંચી પોસ્ટ પર કામ કરવાની તક મળે તેવી સંભાવના છે. ૧૯૮૯ની બેચમાં બીજા અધિકારીઓમાં પંકજ જોષી, એકે રાકેશ અને સુનયના તોમર આવે છે.

આ પણ વાંચો : 

ગુજરાતમાં મુખ્ય સચિવ પંકજકુમારને મળેલું આ એક્સટેન્શન ૩૧ જાન્યુઆરીએ પૂરું થઈ રહ્યું છે. રિટાયરમેન્ટ નજીક આવે ત્યારે અધિકારીની કામગીરી પર અસર જોવા મળતી હોય છે. પરંતુ પંકજકુમાર સતત કામગીરી કરી રહ્યાં છે. રાજકુમારને મુખ્ય સચિવ પદ માટે જ ખાસ દિલ્હીથી ડિસેમ્બર-૨૧માં તેડાવાયેલા છે. જો બધું સમુસૂતરું પાર પડી રાજકુમારની નિમણૂક મુખ્ય સચિવ પદે થશે તો સ્વાભાવિક રીતે ગૃહવિભાગ તથા ઉદ્યોગ-ખાણ વિભાગના વડા પદે નવી નિમણૂકો થશે અથવા આ વિભાગોના ચાર્જ વધારાના હવાલારૂપે અન્યોને સોંપાશે, જેના માટે કેટલાક અધિકારીઓ ટાંપીને બેઠા છે. આમ હાલમાં સૌથી વધારે રાજકારણ સચિવાલયમાં ચાલી રહ્યું છે. પંકજ કુમારને એક્સટેન્શન ન મળે તો સૌથી વધુ ફેરફારો સચિવાલયમાં થશે. જેમાં મલાઈદાર પદો માટે હાલમાં ખેંચતાણ ચાલી રહી છે. જેમાં દરેકને રસ છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news