5 દિવસ ગબ્બર રોપવે બંધ રહેશે, જાણો ક્યારે
અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાનો બનાવ હજી તાજો જ છે. જેમાં બે લોકોના ભોગ લેવાયા હતા. ત્યારે રાજ્યભરના એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલી રાઈડ્સની તપાસ કરવામાં આવી હતી. ત્યારે અંબાજીના ગબ્બર રોપ વેનું મેઈનટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી ગબ્બર રોપ વે પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે.
પ્રકાશ અગ્રવાલ/અંબાજી :અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાનો બનાવ હજી તાજો જ છે. જેમાં બે લોકોના ભોગ લેવાયા હતા. ત્યારે રાજ્યભરના એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલી રાઈડ્સની તપાસ કરવામાં આવી હતી. ત્યારે અંબાજીના ગબ્બર રોપ વેનું મેઈનટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી ગબ્બર રોપ વે પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં પણ ‘સુપર 30’ના આનંદ કુમારની જેવા શિક્ષક, ગરીબ વિદ્યાર્થીઓ માટે ખર્ચે છે પોતાની બધી આવક
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના કાંકરિયામાં તૂટી પડેલી રાઈટ્સ બાદ સાવચેતીના પગલા રૂપે ગબ્બર રોપ વે પર મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. તારીખ 22થી 26 જુલાઈ સુધી રોપ બે બંધ રાખવામાં આવ્યો છે. 26 જુલાઈથી રોપ વે રાબેતામુજબ શરૂ કરાશે. આમ, આવતીકાલથી સારસંભાળ માટે ગબ્બર રોપવે બંધ રાખવામાં આવશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :