રઘુવીર મકવાણા/બોટાદ :બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિર (Swaminarayan Temple) ની સાંખ્યોગી બહેનોએ તેઓનો બાથરૂમનો વીડિયો વાયરલ કરવા મુદ્દે મંદિર પર સીધા આક્ષેપો કર્યા છે. ત્યારે વિવાદિત વાયરલ વીડિયો મામલે ગઢડા મંદિરના ચેરમેને પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે, આચાર્ય પક્ષના લોકો દ્વારા મંદિરને બદનામ કરવાનું આ ષડયંત્ર છે. મોટી બા મંદિરે સાંખ્યોગી બહેનોએ તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. મોટી બા મંદિરના પૂજારી બહેને અરજી કરી સીસીટીવી ફૂટેજ માંગ્યા હતા, તે અમે તેઓને આપ્યા હતા. સમગ્ર વિવાદ પાછળ એસપી સ્વામી તેમજ ઘનશ્યામ વલ્લભ સ્વામીનો હાથ હોવાનો તેઓએ સીધો આક્ષેપ કર્યો છે. 


‘અમારો બાથરૂમનો વીડિયો વાયરલ કરે છે, આમને ભગવાનની શુ પડી છે...?’ સાંખ્યયોગી બહેનોનો આક્ષેપ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઢડા સાધ્વી મહિલા દ્વારા શૌચક્રિયા કરતા હોય તેવો વીડીયો વાયરલ થતા મંદિર દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કરવામાં આવ્યો હતો. મંદિરના કોઠારી પર કરેલ આક્ષેપ મામલે ચેરમેન હરિજીવન સ્વામી દ્વારા તમામ આક્ષેપને નકારી કાઢ્યા હતા. મંદિરના તાળા તોડતા હોય તે સમયના વીડિયો પોલીસ ફરિયાદમાં આપ્યા હતા. તેમાં આ વીડિયો આવી ગયો હતો તેવું તેઓએ કહ્યું. સાથે જ તેઓને માત્ર બદનામ કરવાનું આયોજન હોય તેવું નિવેદન આપ્યું છે. 


મહેસાણામાં ફેમસ ગુજરાતી સિંગર કાજલ મહેરિયાને ઝીંકાયો લાફો.....


ગુજરાત પરથી હાલ સંકટ ટળ્યું, વરસાદી સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઇ...


કચ્છથી પકડાયેલો ISI એજન્ટ રઝાક મુન્દ્રા ડોકયાર્ડમાં સુપરવાઈઝર હતો, 3 નિકાહ કર્યાં છે