‘અમારો બાથરૂમનો વીડિયો વાયરલ કરે છે, આમને ભગવાનની શુ પડી છે...?’ સાંખ્યયોગી બહેનોનો આક્ષેપ

ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં શરમ નેવે મૂકાઈ, સાંખ્યયોગી બહેનેનો બાથરૂમના સીસીટીવી ફૂટેજ વાયરલ કર્યાં

‘અમારો બાથરૂમનો વીડિયો વાયરલ કરે છે, આમને ભગવાનની શુ પડી છે...?’ સાંખ્યયોગી બહેનોનો આક્ષેપ

આશ્કા જાની/અમદાવાદ :પ્રખ્યાત ગઢડા સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. મંદિરના સંતોએ સાંખ્યોગી મહિલાનો બાથરૂમ કરવા ગયા તેનો સીસીટીવી ફૂટેજ વાઇરલ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્વામિનારાયણ મંદિરના ચેરમેન હરીજીવન સ્વામી અને કોઠારી લક્ષ્મીનારાયણ સ્વામી સામે આક્ષેપ કરાયો છે. સાંખ્યયોગી બહેને કહ્યું કે, મંદિરના દેવ પક્ષ અને આચાર્ય પક્ષના રાજકારણ વચ્ચે સંતે મર્યાદા નેવે મૂકી અને આ ફૂટેજ વાઇરલ કર્યો છે. ફૂટેજ વાઇરલ કરવામાં આવ્યાના આક્ષેપ છે તે બંને સંતો દેવ પક્ષના છે.

આ વિશે સાંખ્યયોગી બહેને મીડિયા સમક્ષ કર્યું હતું કે, ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં મોટીબાનું મંદિર આવેલું છે. જેમાં સાંખ્યોગી મહિલાઓ રહે છે અને સેવા પૂજા કરે છે. સાંખ્યોગી મહિલાએ આક્ષેપ કર્યો છે કે ગઢડા મંદિર લાગણી સાથે જોડાયેલું છે. અમે મોટી બાની સેવા કરીએ છીએ. 23 ઓગસ્ટના રોજ આ ઘટના બની હતી અને 25મીએ આ ફૂટેજ વાઇરલ કરવામાં આવ્યો છે. હું શૌચ કરવા ગઈ ત્યારે સીસીટીવી ફૂટેજમાં આખી ક્રિયા કેદ થઈ અને તેના ફૂટેજ વાઇરલ કરવામાં આવ્યા છે. રાજકારણ અને સત્તાના કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલમાં મારો વીડિયો સામે આવ્યો છે, અગાઉના વીડિયો હોઈ શકે છે. સીસીટીવી ફુટેજનું કંટ્રોલ કોઠારી સ્વામી પાસે હોય છે. ગઢડા પોલીસમાં અરજી કરી હતી, પરંતુ FIR લેવાઈ નથી. અધર્મી લોકો કે જેઓ આ કામ કરે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. કોઠારી અને અન્ય પાર્ષદ પરેશાન કરી રહ્યા છે. હરિજીવન સ્વામી, વિપુલ ભગત અને લક્ષ્મીનારાયણ સ્વામી પોલીસને બોલાવી અમને પરેશાન કરે છે. સરકારમાં બેઠેલા દેવ પક્ષના લોકો તેમને સાથ આપે છે. માનવ અધિકાર પંચ અને મહિલા આયોગમાં ફરિયાદ કરાશે. લીલીયા પોલીસ સ્ટેશનમાં આ મામલે અરજી કરવામાં આવી છે. આ ક્લિપ વાઇરલ કરવામાં આવી હતી અને તેમાં લખાણ પણ લખવામાં આવ્યું હતું કે "મોટીબા સ્મૃતિ મંદિર સામે આચાર્ય પક્ષની બહેનો સા.યો અને પાર્ષદનો જોવો આ વીડિયો બાથરૂમ જાય છે, આમને દેવની શુ પડી છે.

વડોદરામાં વિશ્વામિત્રીના પાણી લોકોના ઘરમાં ઘૂસવાની શરૂઆત થઈ 

તેઓએ કહ્યું કે, તમામ સંપ્રદાયોને અપીલ છે કે કોઈ સ્ત્રીનો આ રીતે વીડિયો વાયરલ કરવા તે કેટલી હદે હિન કૃત્ય છે. આજે તમામ લાગતા વિભાગોને પત્ર લખી શુ અને જો કોઈ કાર્યવાહી નહિ થાય તો કોર્ટના દરવાજા ખખડાવીશું. અહીં જે બહેનો છે, તેઓએ સંસારનો ત્યાગ કર્યો છે. ત્યારે તેવી બહેનોનો આવો કુદરતી હાજતનો વીડિયો વાયરલ કર્યો છે. આજે તમામ લાગતા વિભાગોને અમે પત્ર લખીશું અને જો કોઈ કાર્યવાહી નહિ થાય તો કોર્ટના દરવાજા ખખડાવીશું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news