Surat News ચેતન પટેલ/સુરત : ગામમાં પિયરિયુંને ગામમાં સાસરિયું આ કહેવત તમે સાંભળી હશે એક જ શહેરમાં લગ્ન થયા હોવા એવા અઢળક કિસ્સા જોયા હશે. પરંતુ એક જ શેરીમાં રહેતા 70 જેટલા લોકોએ એજ શેરીના યુગલ યુવતી સાથે લગ્ન કર્યા હોય એવુ ક્યારેય નહિ સાંભળ્યું હોય. ત્યારે આવો આજે સુરતની એ ગલી વિશે જાણીએ જેની ઓળખ પ્રેમ ગલી તરીકે થાય છે. સુરતની કાછિયા શેરીમાં જેને મહોબ્બત વાલા મોહલ્લાથી પણ ઓળખાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસ્સલ સુરતની આ સાંકળી શેરીનું નામ છે કાછીયા શેરી, જ્યાં કાછિયા કણબી સમાજના લોકો વર્ષો પહેલા આવીને વસ્યા. પેઢી દર પેઢીથી આ શેરીમાં વસતા લોકોના મકાનો તો જૂના થઈ ગયા, પરંતુ તેઓની વર્ષો જૂની લગ્નની પરંપરા હજી પણ યથાવત છે. અહી પડોશમાં જ સાસરું શોધી લેવાનો જાણે રિવાજ હોય તેમ 70 જેટલા એવા પરિવારો છે કે જેમનું સાસરું અને પિયર આજ શેરીમાં છે. એટલું જ નહિ આ 70 પરિવારોમાં થયેલા લગ્ન પૈકી 90% લગ્ન તો પ્રેમ લગ્ન છે. અને નવાઈની વાત એ છે કે આ દરેક લગ્ન માતા પિતાની સહમતી સાથે થાય છે. અને એટલે આ શેરીને મહોબ્બત કા મોહલ્લા પણ કહેવાય છે. 


ગુજરાતીઓ કમાવવાની સાથે ગુમાવવામાં પણ નંબર વન, દર 4 મીનિટે છેતરાય છે એક ગુજરાતી


અહીં સંબંધોની એક નોખી જ હારમાળા છે. સાળાના સાળા અને એના સાળાના સાળા એવા કેટલાય અજબગજબ સંયોગ અહીં રચાયા છે. એક જ સમાજનો સમૂહ એક જગ્યાએ જ વસવાટ કરતો હોવાથી છોકરા કે છોકરીનાં ચારિત્ર્ય અંગે કોઈ શંકા કરવાની રહેતી નથી. દરેક પરિવાર ખુલ્લી કિતાબ જેવો હોવાથી લગ્નગ્રંથિનું કામ સરળ રહે છે. અહિ મહત્વની વાત એ છે કે આટલા પ્રેમ લગ્ન થયા હોવા છતાં હજી સુધી તેમાંથી એક પણ દંપતીના  છૂટાછેડા થયા નથી. બાળપણથી ભેગા રમી ગણીને મોટા થયા બાદ તેમાંથી જ કોઈ મિત્ર કે પ્રેમી સાથે લગ્ન કરવાની આ પરંપરા છેલ્લી છ પેઢીથી અહી જોવા મળે છે. 


દિલ્હીમાં એવું તો શું થયું કે અમિત શાહે ગુજરાતના આજના તમામ કાર્યક્રમો કર્યા રદ


આ શેરીમાં વડીલો હોય કે યુવા પેઢી દરેક લોકોના લગ્નની અલગ પ્રેમ કહાનીઓ છે. છ પેઢીથી ચાલતી આવતી આ લગ્નની પરંપરા આગળની પેઢી પણ અનુસરી રહી છે. અને આ શેરીના કેટલાક ઘરો તો એવા પણ છે કે જ્યા આખે આખા પરિવારોમાં દરેક દંપતીના લવ મેરેજ થયા છે. કાછીયા શેરી માફક જ બાજુની ધોબી શેરીમાં પણ આ સમાજના લોકો રહે છે.જેમાં કેટલાક લગ્ન કાછીયા અને ધોબીશેરીમાં રહેતા યુવક કે યુવતી વચ્ચે પણ થયા છે. સામ સામે, ત્રણ ચાર ઘર પાર કરીને તો કેટલાકના સાસરિયા અને પિયરીયા વચ્ચે એક જ દીવાલ છે. મમ્મી સાદ પાડે તો કૂદકો મારીને પિયરમાં અને સાસુ બોલાવે તો પળભરમાં સાસરમાં. અહીં સંબંધોની એક નોખી જ હારમાળા છે. સાળાના સાળા અને એના સાળાના સાળા એવા કેટલાય અજબ ગજબ સંયોગ અહી રચાયા છે.  એક જ સમાજનો સમૂહ એક જગ્યાએ જ વસવાટ કરતો હોવાથી છોકરા કે છોકરીના ચારિત્ર્ય અંગે કોઈ શંકા કરવાની રહેતી નથી. દરેક પરિવાર ખુલ્લી કિતાબ જેવા હોવાથી લગ્નગ્રંથિનું કામ સરળ રહે છે. અને લગ્ન પણ મજબૂત અને ટકાઉ રહે છે.


ગુજરાત પાસિંગ કારે આબુ રોડ પર કર્યો મોટો અકસ્માત : નવ લોકોને ફંગોળ્યા