દિલ્હીમાં એવું તો શું થયું કે અમિત શાહે ગુજરાતના આજના તમામ કાર્યક્રમો કર્યા રદ
Amit Shah Gujarat Event Cancel : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ ટુંકાવાયો... અમિત શાહના આજના ગુજરાતના તમામ કાર્યક્રમો રદ કરાયા... હવે તમામ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આપશે હાજરી
Trending Photos
Farmers Protest : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે હતા. તેઓ ગુજરાતમાં હોવાથી વિવિધ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતું એકાએક કેન્દ્રીય ગૃહમંત્રીના આજના ગુજરાતના અમિત શાહના તમામ કાર્યક્રમ રદ્દ કરાયા હતા. આ તમામ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે. ત્યારે દિલ્હીમાં ખેડૂત આંદોલનને કારણે સર્જાયેલી મહત્વની જરૂરિયાતને લઈએ અમિત શાહ દિલ્હી જવા રવાના થયા હોવાનુ કહેવાય છે.
સરકાર સાથેની બેઠક નિષ્ફળ જતાં આજથી ખેડૂત સંગઠનોની દિલ્લી ચલો માર્ચ શરૂ થઈ છે. 2500થી વધુ ટ્રેકટરો સાથે દિલ્લી તરફ મોટી સંખ્યામાં ખેડૂતો આગળ વધી રહ્યાં છે. MSP સહિત 10 મુદ્દાની માંગ પર ખેડૂતો અડગ છે. ત્યારે દિલ્હીમાં સ્થિતિ વણસવાની છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે એક તરફ પ્રધાનમંત્રી મોદી અબુધાબીના પ્રવાસે છે, જ્યાં તેઓ બાપ્સ હિન્દુ મંદિરનું ઉદઘાટન કરવાના છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહને દિલ્હી દોડવું પડ્યું છે.
ખેડૂતો આક્રમક બન્યા
જો તમે દિલ્લી-એનસીઆરમાં રહો છો તો આજે તમારા માટે પરીક્ષાનો દિવસ છે. કેમ કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો દિલ્લી આવી રહ્યા છે. MSP સહિત અન્ય 10 માગણીને લઈને ખેડૂતોનું આંદોલન પાર્ટ 2.0 શરૂ થઈ રહ્યું છે. ખેડૂતોને મનાવવા માટે લગભગ 5 કલાક સુધી મેરેથોન બેઠક કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અર્જુન મુંડા સામેલ હતા. પરંતુ ખેડૂતો MSP પર કાયદાકીય ગેરંટી માગી રહ્યા છે. જેના પર વાત અટકી ગઈ. ત્યારબાદ ખેડૂત નેતાઓએ આરપારના જંગની જાહેરાત કરતાં કહી દીધું કે દિલ્લી કૂચ થઈને રહેશે. જેના પગલે હાલમાં દિલ્લીની ગાઝીપુર, સિંધુ, સંભૂ, ટિકરી સહિત તમામ બોર્ડને પોલીસ છાવણીમાં ફેરવી નાંખવામાં આવી છે. જોકે પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે ખેડૂતોની આડમાં ઉપદ્રવીઓએ જો કાયદા વ્યવસ્થામાં અડચણ ઉભી કરવાનો પ્રયાસ કર્યો તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
ખેડૂતોની દિલ્લી કૂચના પગલે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. ટિકરી બોર્ડર હોય કે સિંધુ બોર્ડર, બહાદુરગઢ હોય કે શંભૂ બોર્ડર... દરેક બોર્ડર પર પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. બધી સરહદો પર કોન્ક્રીટની બેરિકેડિંગ અને કંન્ટેનર લગાવી દેવામાં આવ્યા છે. પાડોશી રાજ્યોમાં પણ માર્ચ કરવા દિલ્લી આવી રહેલા ખેૂતોને રોકવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અંબાલાની પાસે પંજાબની સરહદ સીલ કરી દેવામાં આવી છે. રેતીની થેલીઓ, કાંટાળા તાર લગાવી દેવામાં આવ્યા છે. બહાદુરગઢમાં પણ પેરામિલિટરી અને પોલીસે મળીને 5 લેયર સિક્યોરિટી બનાવી છે. જેને તોડવી ખેડૂતો માટે અશક્ય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે