મૌલિક ધામેચા/ અમદાવાદ: ખાડિયામાં ધાર્મિક યંત્રની આડમાં ચાલતા જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો છે. LED ટીવી ઉપર અલગ અલગ યંત્રોના ફોટો બતાવીને 1 થી 10 ક્રમાંકમાં પસંદગીના નંબર પર કે યંત્ર પર 11 રૂપીયાના ગુણાંકમાં પૈસા લગાડવામાં આવતા. તેના બદલામાં 10 ગણા રૂપીયા રોકડા આપી આ પ્રકારની નવી મોડેશ ઓપરેન્ડીથી જુગાર રમાડવામાં આવતો.જે અંગે ખાડીયા પોલીસે જુગાર રમતા 16 લોકોને પોલીસે રંગેહાથ ઝડપી કાયદેસર ની કાર્યવાહી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની હોળી બાદ પહેલી ખરાબ આગાહી; માર્ચ, એપ્રિલ અને મેં મહિનો કેમ છે ભારે?


ખાડિયામાં આવેલ શોપિંગ સેન્ટરના ભોંયરામાં નિમેષ ચૌહાણ નામનો શખ્સ દુકાન ભાડે રાખી ટીવી ઉપર યંત્ર દર્શાવી લોકોને જુગાર રમાડતો હોવાની માહિતીના આધારે ખાડિયા પોલીસએ દરોડા પાડ્યા હતાં. જ્યાં નિમેષ ચૌહાણ નામનો વ્યક્તિ આ જુગારધામ ચલાવતો હતો.જેમાં દુકાનમાં રાખવામાં આવેલ LED ટીવી સ્ક્રીન પર અલગ અલગ યંત્રોના ફોટો બતાવવામાં આવે છે જેને 1 થી 10 ના ક્રમ આપવામાં આવે છે. જેમાં જે આંકડો જાહેર કરવામાં આવે છે. જેમાં જેટલા રૂપીયા લગાડવામાં આવેલ હોય તેના બદલામાં 10 ગણા રૂપીયા રોકડા આપવામાં આવે છે અને જેને આંક ન લાગે તે ગ્રાહકને પૈસા હારી ગયેલ.દર પંદર મિનિટએ આ ડ્રો કરવામાં આવતો હતો.


સારંગપુરમાં મહંતસ્વામી મહારાજની હાજરીમાં ઐતિહાસિક ફૂલદોલ ઉત્સવ ઉજવાયો, જુઓ Photos


પોલીસે જુગારધામ પર દરોડા દરમિયાન હાર જીતના ફેરમાંથી મેળવેલ રૂપીયા 6950, ઇલેક્ટ્રોનીક સાધનો રૂપીયા 25950ની કિંમતના, અને અંગ ઝડતીના રોકડા રૂપીયા 8150 મળીને કુલ 41 હજારથી વધુ રૂપીયાનો મુદ્દામાલ કબ્જે કર્યો. પોલીસે આ દરોડા દરમિયાન જુગાર રમાડનાર નિમેશ ચૌહાણ સહીત, રાજુ દરબાર, નિલાંગ ભટ્ટ, અતિત રાવલ, મુકેશ શર્મા, બીપીન ઠાકોર, દર્શન મહેતા, અલ્પેશ રાવળ, અંકિત પટેલ, ઉપેન્દ્ર નિર્મળ, દર્શન રાણા, મનીષ રાણા, હર્ષદભાઇ બારોટ, મેહુલ ચૌહાણ, પ્રકાશ સોલંકી અને પ્રતિક રાણા નામના જુગારીઓને ઝડપી લીધા.


અમેરિકાએ વિદ્યાર્થીઓને આપી 'ગિફ્ટ', સ્ટુડન્ટ વિઝા પર મળશે નોકરી! ગુજરાતીઓને 'બખ્ખાં'


પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે ધાર્મિક યંત્રની આડમાં છેલ્લા 3 મહિનાથી જુગાર રમાડવામાં આવતો.જોકે પોલીસ જાણ હોવા છતાં પણ રેડ કરતા ન હતા કારણકે જુગાર રમાડનાર ત્યાં હાઇકોર્ટેના નિયમો મુજબ રમતા હોવાની નોટિસ મારતા હતા.પરતું આવી કોઈ હાઇકોર્ટે પરમિશન ન હોવાથી પોલીસે રેડ કરી ગુનો નોંધ્યો.


વાલીઓ માટે બાળકોને લઈ ચેતવણીરૂપ કિસ્સો! તમારું બાળક તો સ્કૂલેથી છૂટીને આમ થતી કરતું!


ધાર્મિક યંત્રની આડમાં ચાલતો જુગાર શહેરના કોટ વિસ્તારમાં અનેક જગ્યાએ ચાલે છે.જોકે થોડા દિવસ પહેલા જ ગાયકવાડ હવેલી પોલીસે યંત્રની આડમાં ચાલતો જુગાર પર રેડ કરી કાર્યવાહી કરી હતી. ત્યારે આ નવી જ મોડેશ ઓપરેન્ડીથી જુગાર રમાડતા શખ્સોને પકડવામાં પોલીસને સફળતા મળી છે ત્યારે પોલીસ હવે તેમને શું સજા કરાવે છે તે જોવું રહ્યું.