નિધિરેશ રાવલ/કચ્છઃ ગાંધીધામ સુંદરપુરી વિસ્તારમાં રાત્રિના સમયે બીડી બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ પંદરથી સોળ શખ્સોના ટોળાએ ઘર પર પથ્થરથી હુમલો કરી પિતા-પુત્ર સહિત ત્રણને માર માર્યો હતો અને છરીના ઘા મારી યુવાનની હત્યા નીપજાવી હતી. ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો અને લાકડીથી હૂમલો કર્યો હતો. મામલો વધુ વણસે નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મોડી રાતે જિલ્લા પોલીસ વડાએ પણ સ્થળની મુલાકાત લીધી હતી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ શહેરના આર્ય સમાજ પાસે આવેલ સુંદરપુરી વિસ્તારમાં રાત્રિના સમયે કમલેશભાઈ રાઠોડ અને તેના ભાઈ રાજુભાઈ રાઠોડને બીડી બાબતે આરોપી રમેશ ધેડા, નિખિલ વિગોડા સહિતનાઓ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. આરોપીઓએ બીડી માંગીને ખિસ્સા ચેક કરવાનું કહેતાં ભોગ બનનાર રાજુભાઈ રાઠોડ  અને તેના ભાઈએ કમલેશ ભાઈ રાઠોડએ ખિસ્સા ચેક કરવાનો તમારો અધિકાર નથી તેમ કહી  ના પાડતા તે સમયે બોલાચાલી થઈ હતી.


બાબરાના નીલવડામાં પતિએ પત્નીની હત્યા કરી આત્મહત્યાનો કર્યો પ્રયાસ


ત્યારબાદ બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા દરમિયાન આરોપી જીગર રાયસી માતંગ, નરેશ પાલા, વિશાલ માલશિ વિગોરા, મુકેશ રાણા માજીરાણા, રમેશ નારણ ધેડા, નિખિલ વિગોડા, અને તેની સાથેના અન્ય સાતથી આઠ શખ્સોએ કમલેશભાઈ રાઠોડના ઘરે આવી પહેલાં પથ્થરમારો શરૂ કર્યો હતો. ત્યારબાદ કમલેશભાઈ અને તેના ભાઈ રાજુભાઈ રાઠોડ ઘરની બહાર આવતા આ ટોળાએ લાકડી અને લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો દરમિયાન કમલેશભાઈ રાઠોડના ભાઈ રાજુભાઈ મહેશ ભાઈ રાઠોડ ઉંમર વર્ષ 28ને પેટના ભાગે છરીના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ મારામારીમાં કમલેશભાઈ રાઠોડ અને  તેના પિતા મહેશ ભાઈ રાઠોડને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જાપ કરેલા દોરાથી કોરોના ભગાડવાનો દાવો કરનાર હસમુખ બારોટની પોલીસે કરી ધરપકડ


આ બનાવની જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપીઓના ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો અને લાકડીથી હુમલો કર્યો હતો. જેમાં પોલીસ જવાનોને હાથમાં ઈજાઓ પહોંચી છે. આ બનાવના પગલે મોડી રાત્રે જિલ્લા પોલીસ વડા પરીક્ષિતા રાઠોડ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા મામલો વધુ વણસે નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે કમલેશભાઈ મહેશભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર