બાબરાના નીલવડામાં પતિએ પત્નીની હત્યા કરી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

આ મહિલાના પતિ ઘુઘા વેલાભાઇ સાકરિયાએ કોદાળીના ઘા મારી પત્નીની હત્યા કરી હતી. બંન્ને વચ્ચે ઘણા સમયથી માથાકુટ ચાલતી હોવાની માહિતી મળી છે. 

બાબરાના નીલવડામાં પતિએ પત્નીની હત્યા કરી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

કેતન બગડા/અમરેલીઃ બાબરા તાલુકાના નીલવડામાં એક હત્યાનો બનાવ બન્યો છે. પતિએ પોતાની પત્નીની હત્યા કરી દીધી છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની પત્નીને મોતના ઘાટ ઉતારી દીધી છે. ત્યારબાદ પતિએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તે પતિ સારવાર હેઠળ છે. બંન્ને પતિ-પત્ની ખેતીકામ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

શું છે સમગ્ર ઘટના
બાબરા તાલુકાના નીલવડા ગામની સીમમાં ગત મોડી રાત્રે એક મહિલાની માથામાં માર મારી હત્યા નિપજાવવામાં આવી હતી. આ હત્યા કર્યા બાદ મહિલાના પતિએ પણ ઝેરી દવા પીધી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગૃહ કંકાસને કારણે પત્નીની હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હત્યા થયેલી મહિલાનું નામ વિજુબેન ઘુઘાભાઈ સાકરીયા (ઉંમર 50 વર્ષ) છે. 

સમગ્ર દેશને હચમચાવી દેનાર સુરત તક્ષશિલા અગ્નિકાંડની આજે પ્રથમ વરસી

આ મહિલાના પતિ ઘુઘા વેલાભાઇ સાકરિયાએ કોદાળીના ઘા મારી પત્નીની હત્યા કરી હતી. બંન્ને વચ્ચે ઘણા સમયથી માથાકુટ ચાલતી હોવાની માહિતી મળી છે. મહિલાના પતિને નશો કરવાની પણ આદત હતી. હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news