ગાંધીનગર કોર્પોરેશનમાં સભા મુલત્વી રાખવાની માંગ સાથે હોબાળો, સભામાં ખુરશીઓ ઉછળી
ગાંધીનગર કોર્પોરેશનના મેયરની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટનું અપહરણ થયું છે. અંકિત બારોટના અપહરણને લઈ ગાંધીનગરમાં રાજકીય દોડધામ મચી ગઈ છે.
ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા મેયર તથા હોદ્દેદારોની વરણી માટે મળેલી સામાન્ય સભા ચાલુ થાય તે પહેલા જ હંગામેદાર બની હતી. કોંગ્રેસના કોર્પોરેટરોએ સભાને મુલતવી રાખવા માટે માગ કરી હતી. કોંગ્રેસની માગ હતી કે જ્યાં સુધી તેમના ગુમ થયેલા કોર્પોરેટર અંકિત બારોટ ન મળે ત્યાં સુધી સભા ન થવી જોઈએ. ત્યારે કોંગ્રેસની માગ છતાં સભાની કાર્યવાહી આગળ વધતાં કોંગ્રેસના કોર્પોરેટરો ગુસ્સે ભરાયા હતા.
[[{"fid":"188891","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"GNR-MANPA","field_file_image_title_text[und][0][value]":"GNR-MANPA"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"GNR-MANPA","field_file_image_title_text[und][0][value]":"GNR-MANPA"}},"link_text":false,"attributes":{"alt":"GNR-MANPA","title":"GNR-MANPA","class":"media-element file-default","data-delta":"1"}}]]
આ ઉપરાંત સભામાં ખુરશીઓ ઉછળી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. લગભગ 20 મિનિટથી આ હોબાળો ચાલી રહ્યો છે. જો અંકિત બારોટનો સંપર્ક ન થાય ત્યાં આ સભા મુલત્વી રાખવામાં આવે તેવી માંગ સાથે કોર્પોરેટરોએ ચિમકી ઉચ્ચારી છે કે જો સભા મુલત્વી નહી રાખવામાં આવે તો પાલિકાના ચોથા માળેથી કૂદકો મારશે. ભાજપના કોર્પોરેટર જયદેવ પરમારની તબિયત લથડી હતી જેથી તેમને વ્હીલ ચેરમાં લાવવામાં આવ્યા હતા. સભા તોફાને ચડતાં ભાજપના પ્રવિણ પટેલ દ્વારા કોંગ્રેસના કોર્પોરેટર જીતુ રાયકાને પગમાં માઇક માર્યું હતું. જેથી તેમને ઇજા પહોંચી હતી અને પગ લોહીલુહાણ થઇ ગયો હતો.
[[{"fid":"188892","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"GNR-MANPA-3","field_file_image_title_text[und][0][value]":"GNR-MANPA-3"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"GNR-MANPA-3","field_file_image_title_text[und][0][value]":"GNR-MANPA-3"}},"link_text":false,"attributes":{"alt":"GNR-MANPA-3","title":"GNR-MANPA-3","class":"media-element file-default","data-delta":"2"}}]]
ગાંધીનગર કોર્પોરેશનના મેયરની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટનું અપહરણ થયું છે. અંકિત બારોટના અપહરણને લઈ ગાંધીનગરમાં રાજકીય દોડધામ મચી ગઈ છે. અંકિત બારોટના પત્ની ભૂમિકા બારોટે સેક્ટર-21 પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને કેતન અને મગન નામના બે શખ્સો સામે અપહરણનો આરોપ લગાવ્યો છે. સાથે જ અંકિત બારોટે મોકલેલો મેસેજ પણ સામે આવ્યો છે. જેમાં બન્નેના નામનો ઉલ્લેખ છે અને વાવોલ પાસેથી અપહરણ કરાયું હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત જ કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાએ ભાજપના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલના ભત્રીજા પર આરોપ લગાવ્યો છે.
સીજે ચાવડાનું કહેવું છે કે અશોક પટેલના ભત્રીજા કેતન પટેલે અંકિત બારોટનું અપહરણ કર્યું છે.. મેયર પદની હોડમાં આ અપહરણ કરાયું છે. કેતન પટેલના પત્ની કોર્પોરેટર હોવાથી તેમને મેયર બનાવવાની હોડમાં અંકિત બારોટનું અપહરણ કરાયું હોવાનો આરોપ પણ સીજે ચાવડાએ લગાવ્યો છે. સીજે ચાવડાએ કહ્યું કે જ્યાં સુધી અંકિત બારોટ પરત ન ફરે ત્યાં સુધી ચૂંટણી યોજવી ન જોઈએ..સમગ્ર ઘટના બાદ કેતન પટેલના નિવાસસ્થાને કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.