ગાંધીનગર : શહેરમાં ખુદ પિતાએ જ પોતાનાં 18 વર્ષીય દીકરીનાં લગ્નનો સોદો 2 લાખમાં કરી લીધો હોવાની શમરજનક ઘટના પ્રકાશમાં આવી છે. પુખ્ત વયકની દીકરીએ લગ્નનો વિરોધ કરતા તેના પિતાએ વિધિ કરવાના બહાના હેઠળ શહેરના એક મંદિરમાં ભુવા પાસે લઇ જઇ તેને કેફી દ્રવ્ય પીવડાવીને ગોંધી રાખી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માછલીની એવી વસ્તું વેચવા નિકળ્યાં કે જેની કરોડોમાં કિંમત, પોલીસે ઝડપ્યા, ભારતમાં માત્ર આવા 3 જ કેસ


રાજ્યનાં પાટનગરમાં જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા પરિવારમાં 17 વર્ષ અગાઉ દીકરીનો જન્મ થયો હતો. ઘરનો મોભી દારૂડીયો હોવાના કારણે ઘરમાં આર્થિક તંગી હંમેશા જ રહેતી હતી. જેથી યુવતીને તેના કાકા મહેશ પોતાની સાથે લઇ ગયા હતા. 


કેનેડાથી દાનમાં આવ્યા 15 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન, વડતાલમાં શરૂ કરશે ઓક્સિજન બેંક


ધીરે ધીરે યુવતી મોટી થતી ગઇ તેમ તેમ તેની જવાબદારી કાકાએ ઉપાડી હતી. જો કે યુવતી 18 વર્ષની થઇ હતી. પરંતુ કાકાને કામ ધંધો નહી મળી રહ્યો હોવાના કારણે યુવતીને તેના માતા પિતાના ઘરે મુકી ગયા હતા. જેના પગલે આખરે તેના પિતાએ તેનો સોદો કરીને લગ્ન નકકી કરી નાખ્યા હતા. યુવતીએ વિરોધ કરતા તેને વિધિના બહાને ભુવા પાસે લઇ જઇને તેને બાંધી દીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube