કેનેડાથી દાનમાં આવ્યા 15 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન, વડતાલમાં શરૂ કરશે ઓક્સિજન બેંક

દાતાઓ આર્થિક સહયોગ પણ આપી રહ્યા છે. આ પ્રસંગે વડતાલ મંદિરના કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે, આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનોના માધ્યમે સંસ્થા દર્દીઓની વધુ સેવા કરીશે અને જે દર્દીઓ ઘેર આઈસોલેશનમાં છે

કેનેડાથી દાનમાં આવ્યા 15 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન, વડતાલમાં શરૂ કરશે ઓક્સિજન બેંક

નચિકેત મહેતા/ ખેડા: આજરોજ વડતાલ મંદિર દ્વારા ચાલતા કોવિડ કેર સેન્ટરમાં વડતાલના પપૂ ગોવિંદપ્રસાદદાસજી સ્વામી મેતપુરવાળા અને પપૂ પ્રભુચરણદાસજી સ્વામી (પવન સ્વામી) કોઠારી કલાલીની પ્રેરણાથી વડતાલધામ ટોરન્ટો- કેનેડાના ભક્તોએ 15 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો અર્પણ કર્યા છે.

વડતાલ હોસ્પિટલમાં દર્દીઓ દવા અને દુવા સાથે સારવાર મેળવી રહ્યા છે. ત્યારે દાતાઓ આર્થિક સહયોગ પણ આપી રહ્યા છે. આ પ્રસંગે વડતાલ મંદિરના કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે, આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનોના માધ્યમે સંસ્થા દર્દીઓની વધુ સેવા કરીશે અને જે દર્દીઓ ઘેર આઈસોલેશનમાં છે.

એમને કોઈને જરૂર પડતા સંસ્થાના હેલ્પ લાઈન નંબર 7211154962 પર સંપર્ક કરતા જ્યાં સુધી મશીન ઊપલબ્ધ હશે. ત્યાં સુધી 5 હજાર રૂપિયા ડિપોઝિટ ભરીને મશીન આપવામાં આવશે અને દર્દીની જરૂરત પુરી થતા મશીન જમા કરાવશે. ત્યારે ડિપોઝિટ પરત આપવામાં આવશે.

આ સાથે વડતાલ હોસ્પિટલમાં પૂ પવન સ્વામીની પ્રેરણાથી એક લાખથી વધુ રૂપિયાની દવા સોનામાં અર્પણ કરી હતી. જ્ઞાનબાગથી પાર્ષદવર્ય કાનજી ભગત તરફથી દરેક દર્દીઓને ગરમપાણીના થરમસ બોટલ પણ આપવામાં આવ્યા છે. સંસ્થા આ સહુ દાતાઓનો આભાર માને છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news