ગાંધીનગર: આજે કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલીને લઈને રાજ્યભરમાંથી કોંગી ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા ગયા હતા.  ત્યારે ગુજરાતનું પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભા ઘેરાવના કાર્યક્રમની જાહેરાત બાદ પાટનગરમાં એક હજારથી વધુ જવાનો અને પાંચ કંપની SRP ખડકી દેવામાં આવી છે. આ અંતર્ગત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સરકારને વિધાનસભાની બહારથી પણ ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખેડૂતોના દેવામાફીને લઇને કોંગ્રેસ વિધાનસભાની બહાર અને અંદરની તરફ દેખાવો કરીને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, કોંગી કાર્યકરો વિધાનસભા ગૃહમાં પ્રવેશ ન આપાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભા ગૃહના ગેટ નંબર 1 પર કોંગ્રેસ દ્વારા હંગામો કરવામાં આવ્યો છે. ગેટ નંબર પર કોંગી કાર્યકરોને પ્રવેશ ન આપવામાં આવતા કોંગ્રેસના ધારસભ્યો, કાર્યકરો અને પોલીસ વચ્ચે ધર્ષણ થતાં ઝપાઝપીના દ્વશ્યો સર્જાયા છે. વિધાનસભા ગૃહના ગેટ નંબર 1નો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ થોડીવાર બાદ આ ગેટ ખોલી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યના આઇકાર્ડ ચેક કરીને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. 



આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરને અટકાવવામાં આવ્યા હતા ત્યારે કોંગી ધારાસભ્યા ગુસ્સામાં ભાન ભૂલી ગયા હતા અને મહિલા PSIને ધક્કો માર્યો હતો. સચિવાલયની બહાર આ ઘટના સર્જાઇ હતી. કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરને અટકાવવામાં આવતાં ક્રોધે ભરાયા હતા અને શિસ્તભંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે ધારાસભ્ય દ્વારા આ પ્રકારનું વર્તણ કર્યું  હતું તે શોભનીય નથી. આ ઘટનાને લઇને સમગ્ર સચિવાલય સંકુલમાં આ ઘટના ચર્ચાનો વિષય બન્યું હતું.