Gandhinagar News : કોલકત્તાની ઘટના બાદ GMERSએ સુરક્ષાને લઈને હાથ અધ્ધર કર્યા. જી હા, એક તરફ મહિલા તબીબ સાથે રેપ વીથ મર્ડરની ઘટનાથી ચારેતરફ આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટના સામે દેશભરમાં રોષ વ્યાપ્યો છે અને બીજી તરફ GMERSએ એક પત્ર લખીને સલાહ સૂચનો આપીને હાથ અધ્ધર કરી લીધા છે. GMERSએ પત્ર લખી મહિલાઓને શું કરવું અને શું ના કરવું તે અંગે સૂચનો આપ્યા છે. GMERSનું કહેવું છે કે, 


  • રેસિડેન્ટ મહિલા ડૉક્ટર્સે પરિચિત મહિલાઓ સાથે જ રહેવું, 

  • વિદ્યાર્થિનીઓ કે મહિલા ડૉક્ટર્સે એકાંતમાં ન રહેવું... 

  • રાત્રિના સમયે બહાર નીકળવું, 

  • પરિચિત વ્યક્તિ સાથે જ જવાનું રાખવું વગેરે વગેરે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GMERSના સૂચનો જોઈને સવાલ થાય કે, મહિલાઓ હવે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દે? પરિચિત વ્યક્તિ સિવાય ખુદને સુરક્ષિત મહેસૂસ ન કરે? રાત્રિના સમયે બહાર ન નીકળે? જો આ જ સૂચનોને મહિલાઓ ફોલો કરશે તો, પગભર મહિલાઓ નોકરી કેવી રીતે કરશે? નાઈટ ડ્યૂટી કરતી મહિલા તબીબો કે અન્ય નોકરિયાત મહિલાઓની સુરક્ષાનું શું? મહિલાઓ હવે ઘરમાં પૂરાઈ રહીને બહાર જવાનું ટાળી દે? પરિચિત વ્યક્તિને પોતાની સાથે હંમેશા સુરક્ષા માટે સાથે જ રાખે? શું મહિલાઓ સાથે 24 કલાક કોઈને કોઈ પરિચિત વ્યક્તિ હોવું જ જોઈએ?



GMERSના સૂચનો જોઈને આવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આવી ક્રૂર માનસિકતા ધરાવતા નરાધમો સામે કડક કાયદો લાવવાના બદલે તમે મહિલાઓને સમજાવી રહ્યા છે કે તેને શું કરવું અને શું ન કરવું. આનો સ્પષ્ટ અર્થ થાય છે કે, દેશમાં નરાધમો ખુલ્લેઆમ ફરતા રહેશે પણ મહિલાઓએ પોતાનું ધ્યાન જાતે રાખવું પડશે. આવા સૂચનો આપીને GMERSએ હાથ અધ્ધર કરી લીધા છે. GMERSના સૂચનો જોઈને આજે દરેક મહિલાને થતું હશે કે, જો તેને જાતે જ પોતાનું ધ્યાન રાખવાનું છે તો તંત્ર શું કરશે, કાયદો શું કરશે, પોલીસ શું કરશે. હવે આવી ઘટનાઓ બીજી વાર બને તે માટે મહિલાઓએ ઘરમાં જ પૂરાઈને રહેવું પડશે? GMERSના સૂચનો જોઈને આવા અનેક સવાલો ઉભા થયા છે. 


બીજી તરફ, ZEE 24 કલાકના રિયાલિટી ચેકમાં કેટલાક હોસ્પિટલમાં સીસીટીવી બંધ હોવાનું સામે આવ્યું હતું. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને તમામ સીસીટીવી ચાલુ હોવાનો દાવો કર્યો. જોકે સિવિલ હોસ્પિટલમાં કેટલાક સીસીટીવી બંધ હોવાનું સૂત્ર તરફથી જાણકારી મળી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં થોડાક દિવસ પહેલા દર્દીની હત્યાની ઘટના બની હતી તે સમયે પણ સીસીટીવી બંધ હોવાની વાત સામે આવી હતી. ગાંધીનગરમાં આ પ્રકારે સીસીટીવી મૂક્યા બાદ બંધ હોય તો એ નિંદનીય છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.નિયતિ લાખાણીએ સબ સલામતનો દાવો કર્યો છે. સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની વ્યવસ્થા સિક્યુરિટીની દ્રષ્ટિએ કરાઈ હોવાનો દાવો કર્યો. ગાંધીનગર જિલ્લા પોલીસ વાળાને પણ પત્ર લખી વધારાની સુરક્ષા માગી હોવાનો દાવો પણ કરાયો.


ડાયનાસોરને તબાહ કરનાર એસ્ટરોઈડ વિશે થયો મોટો ખુલાસો, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા!