હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં પોલીસ કર્મચારીઓ, તબીબો અને નર્સ બાદ હવે સકરારી અધિકારીઓ પણ કોરોના (Coronavirus) ની ઝપેટમાં આવી રહ્યાં છે. ગુજરાતમાં આઈએએસ અધિકારી કોરોનાથી સંક્રમિત થયા હોય તેવી પહેલી ઘટના બની છે. આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની ટીમના આઈએએસ ઓફિસર હરીત શુક્લાનો 29 તારીખે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, હરીત શુક્લા હાલ સ્વસ્થ છે. તેઓ પોતાના નિવાસસ્થાને હાલ ક્વોરેન્ટન્ટાઈન હેઠળ છે. રાજ્યમા પ્રથમ આઈએએસ અધિકારી સંક્રમિત થયા છે. 


ધોરણ -10નું 60.64% રિઝલ્ટ જાહેર, 174 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરીત શુક્લાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. હરીત શુક્લા જયંતિ રવિની ટીમમાં કાર્યરત છે. હાલ તેઓ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સેક્રેટરી છે. જ્યારથી ગુજરાતમાં કોરોના આવ્યો છે, ત્યારથી હરીત શુક્લા કાર્યરત હતા. તેઓ અઢી મહિનાથી કોવિડ હોસ્પિટલ, ડોક્ટર અને અધિકારીઓના સીધા સંપર્કમાં હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવવાથી તેમના સંપર્કમાં આવેલા અધિકારી, ડોક્ટર અને આરોગ્યકર્મીઓનું ચેક્પ કરાયું હતું. જોકે જે અધિકારીઓને મળ્યા છે, તેવા કોઇ અધિકારીમાં હાલ કોરોનાના કોઇ લક્ષણ જોવા મળ્યા નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર