Gujarat CM : ગુજરાત સરકારની ઈમજ ખાડે ગઈ : મુખ્યમંત્રીએ મંત્રીઓનો ક્લાસ લીધો, આપ્યો આ આદેશ
Gujarat Government : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સિનીયર કેબિનેટ મંત્રીઓથી લઈને રાજ્ય કક્ષાના મંત્રીઓ, અગ્ર મુખ્ય સચિવો, અગ્ર સચિવો અને સચિવોને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી હતી કે, વિકાસના કામોની ગુણવત્તામાં કોઈ ફરિયાદ આવવી ન જોઈએ. જો ગુણવત્તા સાથે છેડછાડ થશે કે ફરિયાદ આવી તો દરેકની જવાબદારી નક્કી કરાશે
Bhupendra Patel : ગુજરાતની હાલત હાલ ખસ્તા છે. જ્યા જુઓ ત્યા ખાડા, રખડતા ઢોર, ગંદકી અને રોગચાળો. ગુજરાતના પુલ પણ બીમાર હાલતમાં પડ્યા છે. આવામાં ગુજરાત સરકારની ઈમેજ બગડી રહી છે. ત્યારે સરકારે આ ઈમેજના મુદ્દાને ગંભીરતાથી લીધી છે. ત્યારે ગઈકાલે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મંત્રીઓ અને સચિવો પર બગડ્યા હતા. ગુજરાતમાં ધડાધડ નવા બ્રિજ તૂટી રહ્યાં છે આ બાબતને ગંભીરતાથી લઈને તેઓએ ટકોર કરી હતી. સાચે જ કહ્યું ક, જો કામોની ગુણવત્તાને લઈને કોઈ પણ ફરિયાદ આવી તો મંત્રીઓ અને સચિવો જવાબદાર રહેશે.
ગુજરાતમાં છેલ્લા દોઢેક મહિનામાં ઢગલાબંધ બ્રિજ તૂટી પડવાની, બેસી જવાની, ખાડા પડવાની સમસ્યાઓ ઉભી થઈ રહી છે. આ ઉપરાંત નબળી ગુણવત્તાના બ્રિજ બની રહ્યા હોવાની પોલ પણ ખૂલી રહી છે. આ કારણે સરકારની છબી ખરડાઈ રહી છે. જેની અસર ગઈકાલે યોજાયેલ કેબિનેટ બેઠકમાં જોવા મળી હતી. મુખ્યમંત્રીએ આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી હતી. તેઓએ મંત્રીઓનો ક્લાસ લીધો હતો. તેઓએ મંત્રીઓને કહ્યું કે, તમારા વિભાગમાં કંઈ થયુ તો પરિણામ ભોગવવાની તૈયારી રાખજો.
તોબા તોબા... ગેનીબેન ઠાકોરનો સગો ભાઇ જ દારૂ સાથે ઝડપાયો, દારૂ પીને બકવાસ કરતો હતો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સિનીયર કેબિનેટ મંત્રીઓથી લઈને રાજ્ય કક્ષાના મંત્રીઓ, અગ્ર મુખ્ય સચિવો, અગ્ર સચિવો અને સચિવોને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી હતી કે, વિકાસના કામોની ગુણવત્તામાં કોઈ ફરિયાદ આવવી ન જોઈએ. જો ગુણવત્તા સાથે છેડછાડ થશે કે ફરિયાદ આવી તો દરેકની જવાબદારી નક્કી કરાશે.
મુખ્યમંત્રીએ મંત્રીઓને જણાવ્યું કે, જો કોઈના કામમાં લોટ પાણીને લાકડા દેખાયા તો અધિકારી હોય કે મંત્રી દરેકે પરિણામ ભોગવવું પડશે. નબળી કામગીરી ચલાવી લેવામાં નહિ આવે.
બાપ-દાદાની જમીન બની કજિયાનુ કારણ : સુરેન્દ્રનગરમા લોહિયાળ અથડામણમા બે સગા ભાઈની હત્ય
કેબિનેટ બેઠક બાદ મંત્રીઓએ પણ પોતાના વિભાગના અધિકારીઓ સાથે બેઠકો કરી હતી. આમ, કેબિનેટ મીટિંગના પડઘા પડ્યા હતા.
ખાડાની જવાબદારી સોંપાઈ
ગઈકાલે કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ ખાડા અને ભૂવા પૂરવા અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. સેક્ટર દીઠ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જાહેર બાંધકામ અને પાણીની લાઈનનું ખાસ ધ્યાન રાખવા સૂચના અપાઈ છે. અધિક મદદનીશ અને મદદનીશને જવાબદારી સોંપવામાં આવી છે.
સરકારી ભરતી અંગે હસમુખ પટેલની સ્પષ્ટતા, પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારોને ચેતવ્યા
ગુજરાતમાં હિમાચલ જેવું પૂર આવે તેવી ભયાનક આગાહી : ચોમાસાની નવી સિસ્ટમ સક્રિય થઈ