હિતલ પારેખ/ગાંધીનગર :ગાંધીનગરમાં એલસીબીએ જુગાર ધામ પર રેડ પાડી હતી. ચોંકાવનારી બાબત તો એ છે કે, જુગારમાં પોલીસ કર્મી પણ સામેલ હોવાનુ સામે આવ્યુ છે. પોલીસ કર્મચારીઓ સાથે કોલવડા તાલુકા પંચાયતના પૂર્વ સભ્યના પતિ પણ જુગાર રમતા પકડાયા છે. 


સુનિતા યાદવનું વિવાદત ફેસબુક લાઈવ, PM મોદીને મળવાની ઈચ્છા જાહેર કરી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુગારધામ વિશે માહિતી આપતા ગાંધીનગર ડીવાયએસપી એમ.કે રાણાએ જણાવ્યું કે, ગાંધીનગર એલસીબીએ જુગાર ધામ પર રેડ કરી હતી. પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં લક્ષામણસિહ ડાભીના તબેલા પર રેડ પાડવામાં આવી હતી. જેમાં 8 આરોપી પકડાયા છે. મુખ્ય આરોપીઓમાં કે સી પટેલ મુબારકપુર અને સોલાના શંભુ રબારી તથા પેથાપુર પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ સંડોવાયેલા હતા. પોલીસ કર્મચારી ઘનશ્યામસિંહ જુગાર રમવા માટે સ્થાન નક્કી કરતા હતા. બે પોલીસ કર્મચારીઓ અને શંભુ રબારી હાલ વોન્ટેડ છે. ઉનાવા ઉપરાંત અલગ અલગ જગ્યાઓ પર સ્થાન નક્કી આ તમામ લોકો જુગાર રમતા હતા. તેઓને શોધવા માટે હાલ અલગ અલગ ટીમો કામે લાગી છે. પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ ખાતાકીય તપાસ ચાલુ કરવા આદેશ અપાયા છે. 


IAS ગૌરવ દહિયાના કથિત પ્રેમ પ્રકરણમાં નવો વળાંક, ગાંધીનગરના અધિકારીઓને લઈને કર્યો ખુલાસો  


પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઉનાવા ગામમાં જુગારધામ પર ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ રેડ કરી હતી. રૂ. 34 હજારના મુદ્દામાલ સાથે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં હાલ બંને પોલીસકર્મી સહિત 3 આરોપીઓ ફરાર થઈ ગયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર