સુનિતા યાદવનું વિવાદિત ફેસબુક લાઈવ, PM મોદીને મળવાની ઈચ્છા જાહેર કરી
સુરતની વિવાદિત એલઆર કોન્સ્ટેબલ સુનિતા યાદવનું વિવાદિત ફેસબુક લાઈવ સામે આવ્યું છે. સુનિતા યાદવે (sunita yadav) 55 મિનિટ સુધી ફેસબુક પર લાઈવ કર્યું છે. જેમાં તેણે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ડીજીપીને અપીલ કરી છે. તમામ લોકો સુધી પોતાની વાત પહોંચાડવાની અપીલ કરી છે. સાથે જ કહ્યું કે, મંત્રી અને તેમના પુત્ર સાથે મારી કોઈ સમસ્યા નથી. પણ કેટલીક ભૂલ તે દિવસે થઈ હતી. સુનિતા યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાની ઈચ્છા પણ જાહેર કરી.
Trending Photos
તેજશ મોદી/સુરત :સુરતની વિવાદિત એલઆર કોન્સ્ટેબલ સુનિતા યાદવનું વિવાદિત ફેસબુક લાઈવ સામે આવ્યું છે. સુનિતા યાદવે (sunita yadav) 55 મિનિટ સુધી ફેસબુક પર લાઈવ કર્યું છે. જેમાં તેણે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ડીજીપીને અપીલ કરી છે. તમામ લોકો સુધી પોતાની વાત પહોંચાડવાની અપીલ કરી છે. સાથે જ કહ્યું કે, મંત્રી અને તેમના પુત્ર સાથે મારી કોઈ સમસ્યા નથી. પણ કેટલીક ભૂલ તે દિવસે થઈ હતી. સુનિતા યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાની ઈચ્છા પણ જાહેર કરી.
IAS ગૌરવ દહિયાના કથિત પ્રેમ પ્રકરણમાં નવો વળાંક, ગાંધીનગરના અધિકારીઓને લઈને કર્યો ખુલાસો
તેણે વધુમાં કહ્યું કે, મારા પરિવાર માટે હું જ દુનિયા છું. તેથી મને તમારા લોકોના મદદની જરૂર છે. મને ટેન્શન થાય છે કે લોકો મને સમજી નથી રહ્યાં. મને સેલિબ્રિટી બનવાનો કોઈ શોખ નથી. મને બહાર નીકળવા નથી દેતા, હું ઘરમાં કેદ છું. મને કોઈનો ડર નથી. ન તો મંત્રી, ન તો મંત્રીના દીકરાનો. મારા પરિવારવાળાને પરેશાન કરવાનું બંધ કરો. મને ઈનામ નથી જોઈતું, મને શાંતિથી જીવવા દો. આજે મારી સાથે આખી દુનિયા નથી. હું પણ જીવવા માંગુ છું. સપોર્ટ તો દૂર, પણ લોકો મને પીછેહઠ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
IAS ગૌરવ દહિયાના કથિત પ્રેમ પ્રકરણમાં નવો વળાંક, ગાંધીનગરના અધિકારીઓને લઈને કર્યો ખુલાસો
સુશાંત સિંહ અને પ્રિયંકા ચોપરાને ટાંકીને તેણે કહ્યું કે, સુશાંતસિંહના મર્યા બાદ લોકો વેલ્યુ કરી રહ્યાં છે. તેઓ જીવતા હતા ત્યારે કોઈએ પૂછ્યું નહિ. હું પોલીસ ઓફ ફ્રેન્ડ જવાનને આભાર માની રહી છું કે તેઓએ મારો સાથ આપ્યો. સુરત પોલીસે મારો સાથ ન આપ્યો. તે દિવસે તે જવાન મારી સાથે ન હોત મારી સાથે નિર્ભયાકાંડ થઈ શક્યો હોત. કંગના રનૌતમાં એકલી એ સિંહણ છે જે લોકોના મોઢા પર બોલી શકે છે. હું પ્રિયંકા ચોપરાની ફેન છું. ગંગાજલમાં તેમની જે ભૂમિકા હતી, તેવી હું બનવા માગું છું.
તેણે કહ્યું કે, મને લોકોનો સપોર્ટ જોઈએ છે. કોઈ બીજા મને મારે, તે પહેલા હું ખુદ જ મરી જવા માગું છું. મારી વાત સિસ્ટમના ઉપરના લોકોને પહોંચાડો. મોદીજી, આર્મી ચીફ, એનસીસી કેડેટને મારી રિકવેસ્ટ છે કે, મારી મદદ કરો. મારો પરિવાર ચિંતિંત છે કે, મને કોઈ નુકસાન ન થઈ જાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે