Gujarat News : ગુજરાતમાં ભાજપ સરકારની રચના બાદ હવે બદલીઓનો દોર ચાલી રહ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રોજ કોઈને કોઈ બદલીનો ઓર્ડર નીકળતો હોય છે. ૨૮ મી ડિસેમ્બરની રાતે સામાન્ય વહીવટ વિભાગે ડેપ્યુટી સેક્રેટરી જિગર પટેલને ગૃહ વિભાગમાંથી સામાજિક ન્યાય અધિકારિતા વિભાગમાં બદલી માટે કરાયેલો સિંગલ ઓર્ડર માત્ર સચિવાલય કેડર જ નહિ IPS અને IASમાં પણ ચર્ચાને એરણે ચઢ્યો છે. આ એક રૂટિન પ્રક્રિયાના ભાગરૂપે જ બદલી થઈ હોય એમ સરકારે બદલી કરી દીધી છે પણ એના પાછળ થતી ચર્ચાઓને કારણે આ બદલી વિવાદ જગાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બદલીમાં જાહેરહિત શબ્દનો ઉલ્લેખ 
ગુજરાત સરકારના સામાન્ય વિભાગના દોઢ લાઇનના બદલી ઓર્ડરમાં ‘જાહેરહિત’ જેવો શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. અચાનક આ પ્રકારે થયેલા ઓર્ડર પાછળ ડેપ્યુટી સેક્રેટરીના પિતા કે જેઓ રિટાયર્ડ RTO ઓફિસર છે, તેઓ અને કોંગ્રેસ સાથે તેમના જોડાણ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. 


આ પણ વાંચો : 


CMOમાં ‘સાહેબો’ વધ્યા : ચેમ્બરની ખેંચતાણ, તો સ્વર્ણિમ સંકુલમાં ડઝનેક ઓફિસ ખાલી


જેમનાથી શેક્યો પાપડ પણ ના ભાંગે એ કોંગ્રેસીઓ ભાજપ તોડવા નીકળ્યા હતા, હવે ઉઘરાણી આવી


મંત્રીઓના PA-PS ની નિમણૂંક થઈ, જુઓ કમલમ-સરકારમાં મારેલા આંટાફેરા કોને ફળ્યાં?


પનિશમેન્ટ પોસ્ટિંગ કરાયું?
કહેવાય છે કે, કોગ્રેસમાં રહેલા પિતાએ ચૂંટણીમાં પુત્ર ગૃહ વિભાગમાં હોવાનું કહીને ઘણે ઠેકાણે દમ માર્યો હતો. જેના ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા છેક દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ પહોંચ્યા હતા. આમ એક કોગ્રેસની નેતા દીકરાના નામે દમ મારતો હોવાની વાતો બહાર આવતાં આ મામલે ભાજપના નેતાઓ પણ સક્રિય થયા હતા. આખરે સરકારે ડેપ્યુટી સેક્રેટરી જિગર પટેલને ગૃહ વિભાગમાંથી સામાજિક ન્યાય અધિકારિતા વિભાગમાં પનિશમેન્ટ પોસ્ટિંગ આપી દીધું હતું.


આ પણ વાંચો : માનવતા મરી પરવારી, સગી માતાએ જ 2 માસની દીકરી ત્રીજા માળેથી નીચે ફેંકીને હત્યા કરી