CMOમાં ‘સાહેબો’ વધ્યા : બેસવા માટે ચેમ્બરની ખેંચતાણ, તો સ્વર્ણિમ સંકુલમાં ડઝનેક ઓફિસો ખાલી

Gujarat Politics : CMO માટે રિઝર્વ ત્રીજા અને ચોથા માળે ઓફિસરો તેમજ તેમને આસિસ્ટન્ટ સ્ટાફના બેસવા માટે જગ્યાઓ ખૂટી પડી છે, અધિકારીઓની સંખ્યા એટલી વધી કે...
 

CMOમાં ‘સાહેબો’ વધ્યા : બેસવા માટે ચેમ્બરની ખેંચતાણ, તો સ્વર્ણિમ સંકુલમાં ડઝનેક ઓફિસો ખાલી

Gandhinagar News : ગુજરાતમાં બમ્પર જીત બાદ ભાજપે 16 મંત્રીઓ સાથે ભૂપેન્દ્ર પટેલ -2 સરકાર તો બનાવી લીધા છે, પણ રાજ્યના વિકાસની જેની પર સૌથી મોટી જવાબદારી છે એ સીએમઓમાં સાહેબો વધારી દીધા છે. ‘મિનિમમ ગવર્નમેન્ટ- મેક્સિમમ ગવર્નન્સ’ વાળી નવી ભાજપ સરકારમાં સ્વર્ણિમ સંકુલ-1 અને 2 માં મંત્રીઓ માટે એક ડઝન ચેમ્બર ખાલી પડી છે. તો બીજી તરફ CMO માટે રિઝર્વ ત્રીજા અને ચોથા માળે ઓફિસરો તેમજ તેમને આસિસ્ટન્ટ સ્ટાફના બેસવા માટે જગ્યાઓ ખૂટી પડી છે. પહેલાથી જ પાંચ IAS, એક એડિશનલ, બે જોઈન્ટ, ત્રણ ડેપ્યુટી અને ત્રણ અંડર એમ કુલ 9 સેક્રેટરીઓ તો હતા જ. તેમાં ક્લાસ વન કક્ષાના 4 ખાસ ફરજ પરના અધિકારી- OSD વધ્યા છે.

ગુજરાતનું કેબિનટ સૌથી નાનું
ગુજરાતમાં ભાજપના ભાજપના 156 ધારાસભ્યો જીત્યા છે. પહેલાં એવી ચર્ચા હતી કે, 11 કેબિનેટ અને 13 થી 14 રાજ્યકક્ષાના મંત્રીઓની નિમણુંક થશે. પણ ભાજપે માત્ર 16 મંત્રીઓ સાથે ભૂપેન્દ્ર પટેલ સરકાર ચલાવી રહી છે. 1998 થી ગુજરાતમાં ભાજપના અખંડ શાસન હેઠળની બીજુ સૌથી નાનુ મંત્રી મંડળ છે. નાના કેબિનેટમાં ઘણા નવા ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, તો અનેક વરિષ્ઠ પક્ષના નેતાઓ છે, જે મંત્રી પદની દાવેદારીમાં આગળ હતા. પરંતુ તેમને દૂર રાખવામાં આવ્યા છે. કેબિનેટને નાનું રાખવાનો અને આમાં હજુ વધુ 10 ઉમેરવાનો અવકાશ છે. નાના કેબિનેટનો અર્થ એ પણ છે કે, જો જરૂર પડે તો ભાજપ પાસે મંત્રીમંડળમાં વિસ્તરણ કરવા માટે પૂરતી જગ્યા છે. ઉદાહરણ તરીકે, 2024 ની લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણીલક્ષી લાભ સાથે ફેરફારો કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : 

CMO ના ત્રીજા-ચોથા માળે ચેમ્બર માટે ખેંચતાણ વધી
ગુજરાતમાં સૌથી મોટી જવાબદારી સીએમઓ સંભાળે છે. અત્યાર સુધી કે કૈલાસનાથન ભૂપેન્દ્ર પટેલને ગાઈડ કરતા હતા. હવે બે સલાહકારો ઉમેરાતા CMO ના ત્રીજા-ચોથા માળે ચેમ્બર મેળવવા-જાળવી રાખવા ખેંચતાણ વધી છે. હસમુખ અઢિયાએ સીધી પીએમઓથી ભલામણ હોવાથી શનિવારની સાંજે માહિતી અધિકારી અને એક OSDની ચેમ્બર ખાલી કરાવાઈ હતી. કહેવાય છે કે, ચોથા માળે OSD એમ.ડી. મોડિયાની ચેમ્બર સલાહકાર હસમુખ અઢિયાને ફાળવાશે. જ્યારે એસ.એસ.રાઠોરને સચિવાલયના બ્લોક નંબર-૧ના બીજા માળે ચેમ્બર ફાળવાય તો નવાઈ નહીં.

મંત્રીઓના PA-PS ની આજે નિમણૂંક કરાઈ
ગુજરાતમાં સરકાર બન્યા બાદ મંત્રીઓને ખાતાની ફાળવણી થઈ ગઈ છે. ત્યારે હવે રાજ્ય સરકારના મંત્રીઓના PA-PS ની નિમણૂંક કરાઈ છે. રાજ્ય સરકારના મંત્રીઓને અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશની ફાળવણી કરાઈ છે. ૨૬મીએ શપથગ્રહણ પછી મુખ્યમંત્રી તથા ૧૬ મંત્રીઓ સાથેની વર્તમાન ભાજપ સરકાર અસ્તિત્વમાં આવી ચૂકી છે. તમામ મંત્રીઓએ પોતાના ખાતાના અધિકારીઓ સાથે બેઠકોનો દોર પણ શરૂ કરી દીધો છે પરંતુ મોટાભાગના મંત્રીઓના પી.એ. અને પી.એસ. ની નિમણુકો ન થતા વિવાદો વધ્યા હતા. હવે આ પીએ અને પીએસની નિમણુંકોની સરકારે આજે જાહેરાત કરી છે. રાજ્યના 16 મંત્રીના અંગત સચિવ થવા માટે મંત્રીઓ સાથે છેડા લગાડવાની જાણે હોડ જામી હોય તેવી સ્થિતિ સર્જા‍ઈ હતી. જે માટે કમલમ અને સરકારના આંટાફેરા ઘણાએ માર્યા હતા. હવે લિસ્ટની જાહેરાત થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે.  ગુજરાતના નાણામંત્રીના અંગત સચીવ તરીકે કે કે પટેલ અને નાયબ અંગત સચિવ તરીકે નીરવ પટેલની નિમણુંક થઈ છે. આ જ પ્રકારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અંગત સચિવ તરીકે બાલમુકુંદ પટેસ અને નાયબ અંગત સચિવ તરીતે કૌશિક ત્રિવેદીના નામની જાહેરાત થઈ છે. ઋષિકેશ પટેલના અંગત સચિવ તરીકે સેક્શન અધિકારી હિતેષ પટેલના નામની જાહેરાતથી અનેક વિવાદોનો અંત આવી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news