ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. કોરોના વાયરસથી કોઇ પણ બચી શક્યું નથી. ગુજરાતની સ્થિતી ખુબ જ વિકટ છે. દર્દીઓને યોગ્ય સારવાર પણ નથી મળી રહી. તેવામાં દર્દીઓનાં ટેસ્ટથી માંડીને સારવાર અને મોત બાદ સ્મશાનની બહાર પણ લાઇનો લાગેલી છે. નાગરિકો પરેશાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD: સોલા સિવિલમાં દર્દીઓના સ્વજનો માટે એરકુલર યુક્ત ડોમ બનાવાયો


કોરોના જો કે વ્યક્તિ જ નહી પરંતુ વીઆઇપી હોય કે ગમે તે હોય તેને વળગી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે પણ કોરોના સંક્રમિત થઇ ચુક્યા છે.  ભાજપનાં અને કોંગ્રેસનાં અનેક નેતાઓ પણ કોરોના સંક્રમિત થઇ ચુક્યા છે. તેવામાં આરોગ્ય મંત્રી નિતિન પટેલના અધીક અંગત સચિવ કોરોના પોઝીટીવ આવ્યો છે. તેઓએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેઓ હોમ ક્વોરન્ટિન થયાનું તેમણે જણાવ્યું છે. આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવા માટે જણાવ્યું છે. આઈ એમ પટેલ કોરોના સંક્રમિત થયા છે. 


VADODARA: કરજણના MLA ના પુત્રએ વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ નિપજ્યું મોત


હાલ તો આઇ.એમ પટેલ હોમ આઇસોલેશનમા સારવાર હેઠળ હોવાનું તેમણે જણાવ્યું છે. તો બીજી તરફ મહેસુલ મંત્રી કૌશિક પટેલના પીએનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. આત્મારામ પટેલનુ કોરોનામાં નિધન થયું છે. થોડા દિવસો પહેલાં જ સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube