ગુજરાત બજેટ 2020: રાજધાનીને મળશે કમિશ્નર, નીતિન પટેલની મહત્વની જાહેરાત
રાજ્યનાં પાટનગર ગાંધીનગરને પણ પોલીસ કમિશ્નર મળશે. રાજ્યનાં પાટનગર ગાંધીનગરને રાજ્યનાં અન્ય ચાર શહેરોની જેમ પોલીસ કમિશ્નરેટ બનશે. રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે બજેટ દરમિયાન આ જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરનો વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા નવો ડ્રાફ્ટ બનાવવામાં આવ્યો છે. જે અનુસંધાને આઇજી અથવા આઇજીથી ઉપલી કક્ષાનાં અધિકારીઓ હવે ગાંધીનગરમાં પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવશે.
ગાંધીનગર : રાજ્યનાં પાટનગર ગાંધીનગરને પણ પોલીસ કમિશ્નર મળશે. રાજ્યનાં પાટનગર ગાંધીનગરને રાજ્યનાં અન્ય ચાર શહેરોની જેમ પોલીસ કમિશ્નરેટ બનશે. રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે બજેટ દરમિયાન આ જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરનો વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા નવો ડ્રાફ્ટ બનાવવામાં આવ્યો છે. જે અનુસંધાને આઇજી અથવા આઇજીથી ઉપલી કક્ષાનાં અધિકારીઓ હવે ગાંધીનગરમાં પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવશે.
રેશનકાર્ડ ધારકોને સરકાર હવે તુવેરદાળ પણ આપશે, કરી આટલી મોટી જાહેરાત?
ગાંધીનગરને પણ કમિશ્નરેટ મળવાથી હવે અમદાવાદ શહેરનાં કેટલાક વિસ્તારના પોલીસ સ્ટેશનની હદ બદલાશે. નવા સિમાંકન અનુસાર સાબરમતી પોલીસ સ્ટેશનની હદ અડધી થઇ જશે. સોલા પોલીસ સ્ટેશન પણ અડધાથી વધારે કપાઇ જશે. આ ઉપરાંત ચાંદખેડા પોલીસ સ્ટેશન તો આખુ જ ગાંધીનગરની હદમાં જતું રહે તેવી શક્યતા છે. કમિશ્નરની નિયુક્તિ થતાની સાથે જ 3-4 ડેપ્યુટી પોલીસ કમિશ્નર પણ ગાંધીનગરને મળતા થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરને લાંબા સમયથી કમિશ્નરેટની રાહ અને માંગ બંન્ને હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube