રેશનકાર્ડ ધારકોને સરકાર હવે તુવેરદાળ પણ આપશે, કરી આટલી મોટી જાહેરાત?

ગુજરાતનાં રજુ થયેલા બજેટમાં નાયબ મુખ્યપ્રધાને ગુજરાતનાં મોટા ભાગનાં નાગરિકોને મુખ્યપ્રધાને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સરકારે આ વખતે મધ્યમવર્ગને પણ ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત સરકારે ગરીબ પરિવારોને પણ તુવેરદાળ આપવાની જાહેરાત કરી હતી. અન્ન અને નાગરિક પુરવઠ્ઠા વિભાગ દ્વારા 1271 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. નેશનલ ફુડ સિક્યુરિટી એક્ટનાં અમલ માટે 731 કરોડની જોગવાઇ કરી છે. હવે સરકાર દ્વારા રાહત દરે વેચાતા અનાજમાં તુવેરદાળનો ઉમેરો કરશે. જેથી હવે રેશનકાર્ડ દ્વારા મળતા અનાજોની સાથે સાથે તુવેરદાળ પણ આપવામાં આવશે.

Updated By: Feb 26, 2020, 08:38 PM IST
રેશનકાર્ડ ધારકોને સરકાર હવે તુવેરદાળ પણ આપશે, કરી આટલી મોટી જાહેરાત?

અમદાવાદ : ગુજરાતનાં રજુ થયેલા બજેટમાં નાયબ મુખ્યપ્રધાને ગુજરાતનાં મોટા ભાગનાં નાગરિકોને મુખ્યપ્રધાને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સરકારે આ વખતે મધ્યમવર્ગને પણ ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત સરકારે ગરીબ પરિવારોને પણ તુવેરદાળ આપવાની જાહેરાત કરી હતી. અન્ન અને નાગરિક પુરવઠ્ઠા વિભાગ દ્વારા 1271 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. નેશનલ ફુડ સિક્યુરિટી એક્ટનાં અમલ માટે 731 કરોડની જોગવાઇ કરી છે. હવે સરકાર દ્વારા રાહત દરે વેચાતા અનાજમાં તુવેરદાળનો ઉમેરો કરશે. જેથી હવે રેશનકાર્ડ દ્વારા મળતા અનાજોની સાથે સાથે તુવેરદાળ પણ આપવામાં આવશે.

બજેટની કોપીના કાગળ બચાવવા ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય

સરકારનાં આ પગલાને કારણે 66 લાખ લાભાર્થીઓને વર્ષે 12 કિલો તુવેરદાળ રાહત દરે આપવા માટે 287 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. 2022 સુધીમાં સૌને આવાસ યોજના હેઠળ 3 લાખ 11 હજારનો લક્ષ્યાંક સામે આવ્યો છે. અત્યાર સુધીમાં 2 લાખ આવાસોનું બાંધકામ પુર્ણ કરવામાં આવેલું છે. જો કે આ ઉપરાંત બીજા 85 હજાર આવાસોનું પણ નિર્માણ કરવામાં આવશે. મધ્યમવર્ગીય પરિવારોને મકાનો ફાળવવામાં આવશે. સરકારે તમામ વર્ગને ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube