વડોદરા :વડોદરામાં એકસાથે 10થી વધુ સ્પા પાર્લરમાં દરોડા પાડવામાં આવ્યા છે. સ્પા પાર્લરમાં પડેલા સાગમટે દરોડાને પગલે સનસનાટી મચી ગઈ હતી. મહત્વની બાબત એ છે કે, ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમની ટીમે વડોદરામાં દરોડા પાડ્યા હતા. સીઆઇડી ક્રાઇમના દરોડાથી વડોદરા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. સીઆઈડી ક્રાઈમે એકસાથે ગોત્રી, અલકાપુરી, અક્ષર ચોક, તાંદલજા, ભાયલીમાં આવેલા સ્પા પાર્લરોમાં દરોડા પાડ્યા હતા. ત્યારે અનેક સ્પા પાર્લરમાં દેહ વ્યાપારની ફરિયાદ મળી હતી. સ્પામાં કામ કરતી 25 વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે.


‘માસિક ધર્મવાળી પત્નીના હાથે જમવાથી પતિ કૂતરીનો અવતાર પામશે...’ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એકસાથે 10થી વધુ સ્પા પાર્લરમાં દરોડાથી વડોદરા પોલીસ દોડતી થઈ ગઈ છે. કારણ કે, વડોદરા પોલીસની નાકની નીચેથી ગાંધીનગરની સીઆઈડી ક્રાઈમની ટીમે દરોડા પાડ્યા હતા. જેઓને બાતમી મળી હતી કે, વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ચાલતા મસાજ પાર્લરમાં દેહ વિક્રયનો ધંધો ચાલે છે. બાતમીના આધારે તેઓએ દરોડા પાડ્યા હતા. સી.આઈ.ડી ક્રાઇમ ગાંધીનગરની ટીમે વડોદરા શહેરમાં 9 જગ્યાએ છાપામારી કરી હતી. 


બહુચર્ચિત BMW હિટ એન્ડ રન કેસમાં હાઈકોર્ટે વિસ્મય શાહની 5 વર્ષની સજા યથાવત રાખી


કયા કયા સ્પામાં દરોડા પાડ્યા


  • કેમ્બ્રીઝ સ્પા, વાસણા – ભાયલી રોડ

  • કોટેસિયા સ્પા, મનીષા ચોકડી

  • પલપલ સ્પા, અક્ષરચોક

  • ડોલ્ફીન સ્પા, બંસલ મોલ પાસે 

  • રોયલ લેલેન્સ, ગોત્રી રોડ 

  • અવીન સ્પા,  ગોત્રી રોડ 


સ્પામાંથી પકડાયેલી તમામ યુવતીઓ થાઈલેન્ડ અને લેઓસની રહેવાસી મહિલાઓ છે. જે ટુરિસ્ટ વીઝા પર આવીને વર્ક પરમીટ વગર કામ કરતા ઝડપાઇ હતી. હાલ પકડાયેલી વિદેશી મહિલાઓને સી.આઈ.ડી યુનિટ વડોદરા ખાતે રખાશે. સાથે જ પોલીસે દરોડા પાડ્યા હતા, ત્યારે સ્પામાં અનેક યુવક યુવતીઓ કઢંગી હાલતમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત સ્પામાંથી કોન્ડોમ, દારૂની બોટલો જેવો સામાન પણ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક